મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

ન્યૂયોર્કના શહેરી વિસ્તારોમાં 28 મે સુધી લૉકડાઉન લંબાવી દેવાયુ : અન્ય વિસ્તારોમાં છૂટછાટ અપાઈ

અમેરિકાના કોરોનાના એપી સેન્ટર મનાતા ન્યુયોર્કમાં લોકડાઉન પૂર્ણ થતા નવું એલાન

 

ન્યુયોર્કમાં  શહેરી વિસ્તારો માટે 28 મે સુધી લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.જ્યારે ન્યૂયોર્કના અન્ય વિસ્તારોમાં લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે.

આજે શુક્રવારે ત્યાં લૉકડાઉન પૂર્ણ થનાર હતું, જોકે હવે તેને 28 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે.ન્યૂયોર્ક અમેરિકાનું કોરોના વાઇરસના સંક્રમણ માટેનું એપી સેન્ટર બની ગયું છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 85 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી 27 હજાર લોકોનાં મૃત્યુ ન્યૂયોર્કમાં થયાં છે.

 

(11:16 pm IST)