મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

દિલ્હીમાં હળવા ભૂકંપનો આંચકો : 2,2 રિક્ટર સ્કેલમાં તીવ્રતા મપાઈ : ઉત્તર દિલ્હીનું પિતમપુરા કેન્દ્રબિંદુ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે, જો કે આ આંચકા બહુ જોરદાર નહોતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 11.30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીનું પિતમપુરા વિસ્તાર હતો. આ ભૂકંપમાં હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનની જાણ થઈ નથી.

  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) નાં અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 2.2 માપાયું હતું, જે જોખમોની શ્રેણીમાં આવતુ નથી. છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત છે કે દિલ્હીમાં ભૂકંપ આવ્યો છે. રવિવારે પણ દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારનાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. આ અગાઉ 12 અને 13 એપ્રિલે દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

(1:33 pm IST)