મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

યુપીના ગાઝીયાબાદમાં ૨૪ કલાકમાં ૨૪ કોરોના કેસઃ તંત્રમાં દોડધામ

ગ્રેટર નોઈડામાં કોરોના પોઝીટીવ ૪ ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો

ગાજીયાબાદઃ યુપીના ગાઝીયાબાદમાં કોરોનાએ કહેર વરસાવતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ નવા કેસ સામે આવ્યા છે. એકસામટા આટલા કેસ આવવાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓ દ્વારા મોડીરાત સુધી અપડેટ પણ આપી શકાયેલ નહી. ગાઝીયાબાદમાં કુલ ૧૬૯ દર્દીઓ થયા છે.

બીજી તરફ નોઈડામાં કોરોનાની શંકાસ્પદ ગર્ભવતી મહિલાઓને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરાતા સ્ટાફ દ્વારા નારાજગી વ્યકત કરાઈ હતી. જયારે ગ્રેટર નોઈડામાં કોરોના પોઝીટીવ મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હતો. અહીં ૪ પોઝીટીવ ગર્ભવતી મહિલાઓ હતી. હોસ્પિટલના ડોકટરો હિંમત હાર્યા વિના તમામ મહિલાઓની ડિલેવરી કરાવી હતી.

(1:10 pm IST)