મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

કોવિદ -19 : વિશ્વના સૌથી વધુ સમૃધ્ધ ગણાતા દેશ અમેરિકામાં બેરોજગારીનો ભરડો : છેલ્લા એક જ સપ્તાહમાં 30 લાખ નાગરિકોએ નોકરી ગુમાવી : છેલ્લા 2 માસમાં 3 કરોડ 60 લાખ નાગરિકોએ બેરોજગારી ભથ્થું માગ્યું

વોશિંગટન : કોરોના મહામારીને કારણે  વિશ્વના સૌથી વધુ સમૃધ્ધ ગણાતા દેશ અમેરિકામાં  બેરોજગારીએ  ભરડો લીધો છે. કોરોના સંક્રમિત લોકોની તથા તેનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં દિન પ્રિતિદિન થઇ રહેલા વધારા વચ્ચે આર્થિક ભીંસે પણ ભરડો લીધો છે.જે મુજબ છેલ્લા એક જ સપ્તાહમાં 30 લાખ નાગરિકોએ નોકરી ગુમાવી છે.જેઓએ બેરોજગારી ભથ્થું માગ્યું છે.એટલુંજ નહીં છેલ્લા 2  માસમાં આ ભથ્થું માંગનારાઓની સંખ્યા 3 કરોડ 60 લાખ થઇ ગઈ છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પએ લોકડાઉન હળવું કરી અમુક અંશે ધંધા રોજગારની છૂટ આપ્યા પછી પણ કંપનીઓમાં છટણીનો દોર શરૂ થઇ ગયેલો જોવા મળ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)