મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

બિહારના કટીહાર સ્ટેશને ફુડ પેકેટ માટે શ્રમિકો વચ્ચે જબરી બઘડાટી બોલીઃ લૂંટફાટઃ મારામારી

લોકડાઉનને કારણે પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે. બિહારના કટીહાર સ્ટેશને ફ ુડ પેકેટ મેળવવા માટે શ્રમિકો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. ફુડ પેકેટો લૂંટવામાં આવ્યા હતા. આ અંગેનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. ભૂખ્યા શ્રમિકો રેલ્વે સ્ટેશને ફૂડ પેકેટો લઈને જતા એક વ્યકિત પાસેથી લૂંટી લેતા તેમા નજરે પડે છે. ફૂડ પેકેટ માટે અંદરોઅંદર પણ શ્રમિકો બાખડયા હતા. દિલ્હીથી આવેલી ટ્રેનના શ્રમિકો વચ્ચે આ અથડામણ થઈ હતી. આ ઝઘડામાં અનેક શ્રમિકોને ઈજા થઈ હતી તો અનેક શ્રમિકોએ પોતાનો સામાન પણ ગુમાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે હજારોની સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો બિહારમાં ઘરવાપરી કરી રહ્યા છે. ભૂખ્યા, તરસ્યા શ્રમિકોની હાલત કફોડી જોવા મળી હતી.

(10:47 am IST)