મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

લોકડાઉનના નિયમોના ભંગ બદલ મુંબઇ પોલીસે ૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો

મુંબઈ તા. ૧૫ : મુંબઈ ટ્રાફિક- પોલીસે માર્ચ મહિનામાં મુસાફરી પરનો પ્રતિબંધ અમલમાં આવ્યા પછી ૨૩ માર્ચથી ૧૩ મે સુધીના સમયગાળા દરમ્યાન શહેરમાં લોકડાઉન ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓને ચલાન ઇશ્યુ કરીને ૯ કરોડ રૂપિયા એકઠા કર્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

૨૩ માર્ચથી ૧૨ મે સુધીમાં લગભગ ર૮ અકસ્માત થયા હતા જેમાં ૧૮ જણે જીવ ગુમાવ્યા હતા અને ૩૮ જણ ગંભીરપણે જખમી થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

હેલ્મેટ ન પહેરવા બદલ ૭૩,૭૩૫ ટૂ-વ્ડીલર ચાલકો પાસેથી, જાહેર આદેશોનું ઉલ્લંઘન કરનારા ૩૬,૨૪૮ લોકો પાસેથી, લાઇસન્સ રજૂ કરવામાં નિષ્ફળ જનારા ૧૧,૬૧૧ લોકો પાસેથી અને લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરનારા ૬૩૫૪ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

સૂચિત સમયગાળા દરમ્યાન કુલ ૨,૦૯,૧૮૮ ચલાન કાપવામાં આવ્યાં હતાં અને ૩,૩૭,૧૩૬ લોકોને વિવિધ ગુનાસર દંડિત કરવામાં આવ્યા હતા.

(10:29 am IST)