મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

આસામની રાજયભાની બે સીટ માટે સાતમી જૂને મતદાન થશે

૧૪ જુને મનમોહનસિંહ અને સંતિયુસ કુજુરનો કાર્યકાળ પુરો થાય છે

નવીદિલ્હી,તા.૧૫: દેશમા હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આસામની રાજ્યસભાની બે સીટ માટે આગામી સાતમી જુૂને મતદાન કરવામા આવશે. ચૂૂટણી પંચે આ બંને સીટ માટે સાતમી જૂને મતદાન કરાવવા નિર્ણય લીધો છે. આસામની આ બે સીટ પરના સભ્યમા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને સંતિયુસ કુજુરનો કાર્યકાળ ૧૪ જૂને પુરો થઈ રહ્યો છે. તેના કારણે આ બંને સીટ ખાલી પડી રહી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામા આવેલા કાર્યકમ મુજબ આ બંને સીટ માટે સાતમી જૂને મતદાન કરવામા આવશે. જેમા આસામની આ બંને સીટ પર રાજ્યસભાના સભ્ય ડો. મનમોહનસિંહ અને કુજુરનો કાર્યકાળ ૧૪મી જૂને પુરો થઈ રહ્યો છે. આસામની આ બંને સીટ માટે ૨૧મી મેના રોજ જાહેરનામુ બહાર પાડવામા આવશે. આ માટે ઉમેદવારીપત્ર ભરવાની આખરી તારીખ ૨૮મી મે રહેેશે. જ્યારે ૨૯મી મેના રોજ ચકાસણી બાદ ૩૧ મે સુધીમા ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે, જ્યારે સાતમી જૂને સવારના નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન કરવામા આવશે. તેમજ આ દિવસે જ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામા આવશે. રાજ્યસભાના સભ્યની ચૂટણીમા રાજ્ય વિધાનસભાના સભ્ય મતદાન કરે છે. આસામમા રાજ્યસભાની સાત સીટ છે તેમાથી છ સીટ હાલ કોંગ્રેસ પાસે છે.

(3:47 pm IST)