મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ચોથી જુને ચોમાસુ કેરળમાં દેશે દસ્તકઃ સામાન્યથી ઓછા વરસાદની આશંકા

સ્કાઇમેન્ટના જણાવ્યા મુજબ ચોમાસુ ૯૩%ની આસપાસ રહેવાનો અંદાજઃ ૨૨મે ના અંદમાન-નિકોબાર ટાપુ પર પહોંચી જશે

નવીદિલ્હી, તા.૧૫: આ વર્ષે ચોમાસું ત્રણ દિવસ મોડું એટલે કે ત્રીજી કે ચોથી જૂનના રોજ કેરળમાં દસ્તક દેશે. આ વર્ષે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું સામાન્ય રહેશે, બીજી તરફ તેનાથી વિપરિત આગાહી કરતા સ્કાયમેટ નામની ખાનગી સંસ્થાનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેશે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસું ૯૩%ની આસપાસ રહેવાનો અંદાજ છે.

ખાનગી કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું ૨૨ મેના દિવસે અંદમાન અને નિકોબાર ટાપુ પર પહોંચી જશે. ઉપરાંત અલનીનોની અસરને પગલે ચોમાસું સામાન્યથી ઓછું રહી શકે છે. હવામાન વિભાગે તાજેતરમાં આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એટલે કે ૮૮૭ મિલી મીટર વરસાદ પડવાનો અંદાજ છે. જયારે સ્કાયમેટનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ૯૩્રુ રહેશે એટલે કે ૮૨૫ મિલીમીટર વરસાદ પડશે.

હિમાચલ, ઉત્ત્।રાખંડ, જમ્મુ કાશ્મીર, છત્ત્।ીસગઢ, ઓડિશા અને દક્ષિણના રાજયોમાં સારો વરસાદ પડશે. જયારે મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને પૂર્વ ભારતમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ પડશે. પંજાબ, હરિયાણા, પશ્યિમ ઉત્ત્।ર પ્રદેશમાં સામાન્યથી ૧૦્રુ ઓછો વરસાદ પડશે. ખાનગી સંસ્થા સ્કાયમેટના કહેવા પ્રમાણે પશ્યિમ ભારતમાં સૌથી વધારે ૯૬%વરસાદ પડશે, જયારે સૌથી ઓછો વરસાદ મધ્ય ભારતમાં ૯૧% પડશે. દક્ષિણમાં ૯૫્રુ અને પૂર્વોત્ત્।રમાં ૯૨% વરસાદ પડશે.

આ વખતે ચોમાસુ નિર્ધારીત કરતા થોડું મોડું રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેશે. વરસાદ થોડો ઓછો રહેશે

સ્કાઈમેટના સીઈઓ જતિન સિંહે કહ્યું હતું કે, આ સીઝન દેશના તમામ ચારેય ક્ષેત્રોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થોડો ઓછો રહેશે. પૂર્વ, પૂર્વોત્ત્।ર અમે મધ્ય ભારતમાં ઉત્ત્।ર પશ્યિમ ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપની સરખામણીમાં ઓછો વરસાદ રહેશે. આ વર્ષે ચોમાસું સિઝનમાં અલનીનો નબળું રહેવાની સંભાવના વ્યકત કરી છે. સિઝન વધવાની સાથે જ આ નબળું પડશે. ચોમાસું સિઝન દરમિાયન સામાન્ય એટલે કે ૯૬ ટકા વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ૫ ટકા વરસાદ ઉપર નીચે રહી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું સિઝન દરમિયાન સામાન્યથી ખુબ જ વધારે વરસાદની સંભાવના ૨ ટકા છે. જયારે સામાન્યથી વધારે વરસાદની ૧૦ ટકા સંભાવના છે. આ ઉપરાં સામાન્ય વરસાદ એટલે કે ૯૬થી ૧૦૪ ટકા વરસાદની સંભાવના ૩૯ ટકા રહેલી છે. કુલમળીને સામન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના ૫૦ ટકાથી વધારે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના ૩૨ ટકા છે. જયારે ૯૦ ટકાથી ઓછા વરસાદની સંભાવના ૧૬ ટકા છે. ચોમાસું સિઝન દરમિયાન ૯૦ ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરી શકાય છે. એટલે કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની ૧૬ ટકા સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ૨૦૧૮નું વર્ષ ચોમાસાના દ્રષ્ટિકોણે સૌથી ખરાબ વર્ષ રહ્યું. ૧૨ ક્ષેત્ત્રોમાં ખુબ જ ઓછો વરસાદ નોંધાયો અને ત્યાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી.

(11:20 am IST)