મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ હચમચ્યું : મોટી પાઈપલાઈનથી ક્રૂડ ઓઈલનો પ્રવાહ અટકાવ્યો

યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો દાવો કર્યો

 

રિયાધ: ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ દ્વારા સાવધાની વર્તાઈ છે ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મોટા ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના મહત્વના પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.

  ઉર્જા મંત્રી  ખાલિદ અલ ફાલિહે કહ્યું કે મંગળવારે વહેલી સવારે લાલ સાગર તરફથી ઓઈલ સંપન્ન પૂર્વી પ્રાંત થઈને પસાર થનારી પાઈપલાઈન પર બે પમ્પિંગ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યાં મહત્વપૂર્ણ પાઈપલાઈનથી રોજ ઓછામાં ઓછું પચાસ લાખ બેરલ ક્રુડ ઓઈલની આપૂર્તિ થાય છે.

  સરકારી ન્યૂઝ એજન્સી એસપીએએ ફાલિહને ટાંકીને નિવેદનમાં કહ્યું છે કે સાઉદીની સરકારી ઓઈલ કંપની અરામકોએ સુરક્ષા માટેના પગલાં લીધા છે અને પાઈપલાઈનના સંચાલનને હંગામી રીતે રોકી દીધુ છે. સ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને પ્રભાવિત પંપ સ્ટેશનોના ઓપરેટિંગને બહાલ કરવા પર કામ થઈ રહ્યું છે.

(12:00 am IST)