મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

" જનનીની જોડ સખી નહીં જડે રે લોલ " : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે મધર્સ ડે, મેમોરીયલ ડે, ગુજરાત ડે અને બર્થ ડે ની કરાયેલી ઉમંગભેર ઉજવણી

શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોની  માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 11 મે ,૨૦૧9 ના રોજ માનવ સેવા મંદિર બેન્સનવીલ, શિકાગો ખાતે ૧૧:3વાગે મળી હતી.જેમાં આશરે 250 જેટલા સભ્યોએ હાજરી આપી હતી. આજની સભાનું સંચાલન કારોબારી કમિટીના સભ્ય શ્રી નલીનભાઇ શાહે સફળતાપૂર્વક કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી હેમા શાસ્ત્રી,, શ્રીમતી પન્ના શાહ તથા અન્ય બહેનોએ સર્વધર્મ પ્રાર્થના કરી હતી. અને  સર્વે સભ્યોએ સામુહિક રીતે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.  શ્રી નારણભાઇ મોદીએ સંત પુનિતનું ભજન ગાયું હતું. સંસ્થાના ટ્રેઝરર શ્રી સીવી દેસાઈએ એપ્રિલ મહિનાનો આવક જાવકનો હિસાબ વિગતવાર રજૂ કર્યો હતો.સાથે ડોનેશન આપનાર સભ્યો અને સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો હતો.         

ત્યારબાદ એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી શરદભાઈ શાહે ગુજરાત સ્થાપનાના 60 માં સ્થાપના દિન પ્રસંગે વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. ગુજરાતના ઝડપી આર્થિક વિકાસ અંગે આંકડાકીય માહિતી આપી તેમણે જણાવ્યું કે ગુજરાત ભારતનું ઝવેરાત છે અને સમગ્ર દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જીન છે. ગુજરાતના વિવિધ નિર્દેશકોની સુંદર માહિતી આપી હતી. કારોબારી કમિટીના સભ્ય શ્રી અરવિંદભાઈ કોટકે મેમોરિયલ ડે અંગે માહિતી આપી હતી. દર વર્ષે મેં મહિનાના છેલ્લા સોમવારે મેમોરિયલ ડે ઉજવાય છે.તેમણે જણાવ્યું કે શહીદોની યાદ માટે અને તેમની શહાદત બદલ આભાર વ્યક્ત કરવા દિવસ ઉજવાય છે.

ત્યારબાદ મધર્સ ડે' ની ઉજવણી પ્રસંગે શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ પદ્ય સ્વરૂપમાં માતાના ગુણોનું સુંદર વર્ણન કર્યું હતુ. 'મા'ની સેવા ચારધામ યાત્રાથી પણ વધુ પવિત્ર છે અને 'મા' ના જીવનનો કોઈ પર્યાય નથી. માના આશીર્વાદનો ખજાનો કદી ખૂટતો નથી. માતા પ્રત્યે કુટુંબ અને સમાજનું ઋણ વગેરે અંગે તેઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દરેક સર્જક પોતાની કૃતિ સાથે પોતાનું નામ જોડે છે જયારે મા એક એવી મહાન સર્જક છે કે જે બાળકનું સર્જન કરે છે પરંતુ નામ પિતાનું આપે છે. ત્યાબાદ શ્રી ભુપેન્દ્ર સુથારે 'મા'ની મમતા અને મહત્વ વિષે સુંદર ગીત ગાયુ હતું', તું ગહરી છાવ હૈ, ધરા પર તું ઈશ્વરકા સ્વરૂપ હૈ માં" 77 વર્ષ ઉપરની ઉંમરની મધર્સ ને આગળ બોલાવી ખુરશીઓ પર બેસાડી તેઓનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્વે સભ્યોએ તાળીઓથી તેઓનું સ્વાગત કર્યું હતું. મધર્સ ડે ને અનુરૂપ શ્રીમતી ભદ્રાબેને 'મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લો' ગીત તેમના ભાવવાહી સ્વરોમાં ગાયું હતું અને શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ સાથ પુરાવ્યો હતો. તે પછી શ્રી સંદીપ શેઠે ' જે મા નુ સાંભળશે તેની આશાઓ ફળશે' તે ગીત ગાયું  હતું. તે પછી ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. 

કારોબારી કમિટીના સભ્ય શ્રી કાંતિભાઈ પટેલે મધર્સ ડે પ્રસંગે સિનિયર ભાઈ બહેનો દ્વારા તૈયાર કરેલાં સુંદર ચિત્રો સાથે બધાને આગળ બોલાવ્યા હતા. બધાને અભિનંદન આપવામાં આવ્યા હતા અને હોલમાં બેઠેલા બધા સભ્યોએ તાળીઓથી વધાવી લીધા હતા. વખતે શ્રી કાંતિભાઈ પટેલના સતત પ્રયત્નથી સારી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધો હતો. નવતર પ્રયોગને ખુબ સારી સફળતા મળી હતી. તે પછી બધાનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

શ્રી અરર્વિદભાઈ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે  મે  માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન યુનાટેડ સિનિયર પરિવારના મંત્રી શ્રી રમેશભાઈ ચોક્સી ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી અરર્વિદભાઈ કોટકની અને શ્રી ભુપેન્દ્ર સુથારની  સાથે  બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. બર્થ ડે ભાઈ બહેનોનો સમૂહ ફોટો લેવામાં આવ્યો હતો. શ્રી અરવીંદભાઈ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે સુંદર જોક્સ રજૂ કર્યા હતા અને સર્વેને આનંદ આપ્યો હતો.

  શ્રી નરેશભાઈ દેખતાવાળાએ સભ્યો દ્વારા રજૂ થનાર  'ઈન હાઉસ કાર્યક્રમ,' અંગે વિગતે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ગીત, સંગીત, મિમિક્રી, વાદ્ય સંગીત, એકાંકી, નૃત્ય, નાટિકા, જોક્સ જેવા વિવિધ કાર્યક્રમમાં પોતાનો સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. ડૉ. નરસિંહભાઇ પટેલે પણ સભ્યોને તેમની કલા બતાવવાની તક ઝડપી લેવા વિનંતી કરી હતી. પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે સંસ્થા દ્વારા આયોજિત સ્મોકી માઉંટેન અને આટ્લાન્ટા આજુબાજુના જોવા જેવા આકર્ષક સ્થળો તથા મેકેનિક આઇલેન્ડ ટુરમાં જોડાવા બધા સભ્યોને વિનંતી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સારી સંખ્યામાં સભ્યો જોડાયા છે.

માનવ સાધના આયોજિત 26 મે, 2019 ના તેમના કાર્યક્રમમાં સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું. આપણી વાર્ષિક પીકનીક બસી વુડ ગ્રોવ નંબર 32 પર રાખવામાં આવી છે જે ગત વર્ષે પણ આપણી પીકનીક ત્યાં હતી. પીકનીક અંગેની બધી વિગત ઈમેઈલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. વધુ વિગત અંતે શ્રી દિલીપ પટેલ અને શ્રી કાંતિભાઈ પટેલનો સંપર્ક કરવો

   આજના લંચના સ્પોન્સર શ્રી પ્રવીણભાઈ શેઠ અને શ્રીમતી જયશ્રીબેન શેઠનું પુષ્પ ગુચ્છથી સન્માવવામાં આવ્યા હતા. પ્રસંગે શ્રીમતી જયશ્રીબેને તેમની માતાની સ્મૃતિમાં ભાવવાહી ગીત ' મારુ મનડું મનમોહનમાં, મને નથી ગમતું ભુવનમાઁ ' ગીત ગાયુ હતું. અને તે દ્વારા તેમની માતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી પ્રવીણભાઈ શેઠે પણ પ્રસંગે બધાનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

       ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી ના મંત્રી શ્રી અમરભાઇ ઉપાધ્યાય તથા શ્રી રોહિતભાઈ જોશી કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ફરીવાર સત્તા મેળવે તે માટે સર્વેનાશુભ ભાવના અને  સહકારની અપીલ કરી હતી.

   અંતમાં શ્લોકનું ઉચ્ચારણ કરી સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણી સર્વે સભ્યોએ વિદાય લીધી હતી તેવું શ્રી નરસિંહભાઇ એમ.પટેલની યાદી જણાવે છે.

(10:52 pm IST)