મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

શ્રી મહાપ્રભુજીનો પ૪૨મો પ્રાગટયોત્સવઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સી મુકામે ૧૧મે ૨૦૧૯ના રોજ કરાયેલી ભાવભેર ઉજવણીઃ ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા)ની ઉપસ્થિતિમાં કળશ યાત્રા, ભાગવત ગીતા તથા પુષ્ટિમાર્ગ કથા, મનોરથ સહિતના આયોજનોથી વૈશ્નવો ભાવવિભોર

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્યુજર્સી મુકામે ૧૧ મે ૨૦૧૯ શનિવારના રોજ શ્રી મહાપ્રભુજીનો ૫૪૨મો પ્રાગટયોત્સવ ઉજવાઇ ગયો.

આ પ્રસંગે ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા)એ ખાસ હાજરી આપી હતી. તેમજ ૧૨મે રવિવારના રોજ પૂજ્ય જેજેના હિન્દુ ધર્મ તથા પુષ્ટિમાર્ગ વિષે પ્રવચન યોજાયા હતા. બાદમાં પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી.

ઉજવણી અંતર્ગત કળશ યાત્રા, ભાગવત ગીતા તથા પુષ્ટિમાર્ગ કથા, મનોરથ, સહિતના આયોજનમાં ભાવભેર વૈશ્નવો જોડાયા હતા. તથા દર્શન અને મહાપ્રસાદનો લહાવો લીધો હતો. તેવું મદિંરની યાદીમાં જણાવાયું છે.

(10:33 pm IST)