મુખ્ય સમાચાર
News of Tuesday, 15th May 2018

કોંગ્રેસનું ઠીકરૃં ઇવીએમ પરઃ સુબ્રમણ્યમ સ્વામી ખૂબ હસ્યા

બેંગ્લુરૂ તા. ૧૫ : કર્ણાટકની ૨૨૨ વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનમાં બીજેપીને શાનદાર લીડ મળી છે. બીજેપી ઘ્વારા ૧૦૦ નો આંકડો પાર કરી લેવામાં આવ્યો છે. જયારે કોંગ્રેસ (૭૦) બીજા અને જેડીએસ (૩૮) ત્રીજા નંબરે ચાલી રહી છે. રૂઝાન મુજબ ભાજપા સૌથી આગળ ચાલી રહી છે જેને જોઈને લાગે છે કે બીજેપી પ્રદેશમાં એકલા હાથે પણ સરકાર બનાવી શકે છે. જયારે કર્ણાટક ઈલેકશન પરિણામ બાબતે કોંગ્રેસ નેતા મોહન પ્રકાશે ઈવીએમ મુદ્દે બીજેપીને ઘેર્યા હતા. પરંતુ કોંગ્રેસ ઘ્વારા લગાવવામાં આવેલા આરોપ પર સુબ્રમણ્યમ સ્વામી ઘ્વારા કંઈક અલગ જ પ્રતિક્રિયા આપવામાં આવી.

કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, હું શરૂઆત થી કહી રહ્યો છું, એવી કોઈ જ પાર્ટી નથી જેને ઈવીએમ પર સવાલ ના ઉઠાવ્યા હોય. તેમને બીજેપી પર નિશાનો સાધતા જણાવ્યું કે બીજેપી ઘ્વારા પર પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

હવે જયારે બધા જ પક્ષો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજેપી બેલેટ ઘ્વારા ઈલેકશન કરાવવા માટે પક્ષમાં કેમ નથી. તેના પર સુબ્રમણ્યમ જોરજોર થી હસવા લાગ્યા.

(3:54 pm IST)