મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

દુષ્કર્મનો બદલો લેવા પિતાએ પરિવારના છની હત્યા કરી

આંધ્રમાં ખોફનાક હત્યાકાંડ

વિશાખાપટ્ટનમ, તા. ૧૫ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના એક ગામમાં ગુરુવારે બનેલા એક ખોફનાક હત્યાકાંડમાં એક જ ઘરના ૬ સભ્યોને એક વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસે આ મામલાની તપાસ શરુ કરી છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, મૃતક પરિવારના એક સભ્યે ગામની યુવતી પર કથિત રીતે દુષ્કર્મ કર્યું હતું. આ સાંભળીને યુવતીના પિતાએ બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ. એ પછી તેણે રેપ કરનારના પરિવારને ટાર્ગેટ કરીને  આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જોકે દુષ્કર્મ કરનાર તો હજી ફરાર છે. પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. દરમિયાન ગામમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે આ મામલામાં હવે ગામના લોકોની પણ પૂછપરછ શરુ કરી છે. જોકે હત્યા કરનાર પકડાયો કે નહીં તે અંગે પોલીસે હજી કોઈ જાણકારી આપી નથી.

(7:50 pm IST)