મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

કાર લોક થઇ ગઇઃ ગૂંગળાઇ જવાથી ત્રણ બાળકીનું મરણ

જયપુર, તા.૧૫: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં ગઇકાલે બનેલા એક દુઃખદ બનાવમાં, પાર્ક કરેલી એક કારની અંદર અકસ્માતપણે લોક થઇ ગયા બાદ અંદર ગૂંગળાઇ જવાથી ત્રણ માસુમ બાળકીનું મરણ થયું હતું. ત્રણેય બાળકી આશરે પાંચ વર્ષની હતી.

કંધોલી ગામમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીઓનાં નામ છે. દેવાંશી, વૈષ્ણવી અને હિના, ત્રણેય બાળકી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે એમનાં પરિવારજનો સાથે ગઇ હતી. તેઓ પાર્ક કરેલી કારની અંદર રમતી હતી. એ દરમિયાન કાર અકસ્માતપણે અંદરથી લોક થઇ ગઇ હતી. બાળકીઓ લોક ખોલી શકી નહોતી તેથી બહાર આવી શકી નહોતી. પરિણામે અંદર ગૂંગળાઇ ગઇ હતી. પરિવારજનોને તેઓ કારની અંદર બેશુદ્વ હાલતમાં મળી આવી હતી. તરત જ એમને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જયાં એમને મૃત લાવેલી ઘોષિત કરવામાં આવી હતી.

(3:53 pm IST)