મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

ફુટયો મોંઘવારીનો બોંબ : જથ્થાબંધ ફુગાવો ૮ વર્ષની ટોચે

માર્ચમાં જથ્થાબંધ મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકા : ફેબ્રુઆરીમાં હતો ૪.૧૭ ટકા

નવી દિલ્હી તા. ૧૫ : આઠ વર્ષની ઉંચાઇ પર જથ્થાબંધ મોંઘવારી દર પહોંચ્યો છે. ક્રુડ ઓઇલ અને મેટલની કિંમતોના વધારાના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત મોંઘવારી માર્ચમાં વધીને ૭.૩૯ ટકા થયો, જે ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા હતી. જથ્થાબંધ મોંઘવારીનો આટલા પ્રમાણમાં ઉંચુ સ્તર એ પહેલા ૨૦૧૨માં હતો. જ્યારે મોંઘવારી દર ૭.૪ ટકા હતો.

ક્રુડ ઓઇલ અને મેટલની વધતી કિંમતોના કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત મોંઘવારી માર્ચમાં આઠ વર્ષના ઉચ્ચતમ સ્તર ૭.૩૯ ટકા પર પહોંચી ગયો. ગયા વર્ષે માર્ચના નિમ્ન આધારના કારણે પણ માર્ચ ૨૦૨૧માં મોંઘવારી તેજીથી વધ્યો. ગયા વર્ષે કોરોના મહામારી પ્રકોપને રોકવા માટે લગાવેલા દેશવ્યાપી લોકડાઉનના લીધે કિંમતો ઓછી હતી. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારીત મોંઘવારી ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા અને માર્ચ ૨૦૨૦માં ૦.૪૨ ટકા હતી. જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંઘવારીમાં સતત ત્રીજા મહીને વધારો થશે.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, મોંઘવારીના વાર્ષિક દર માર્ચ ૨૦૨૦ની સરખામણીએ માર્ચ ૨૦૨૧માં ૭.૩૯ ટકા હતી. માર્ચમાં ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર ૩૨૪ ટકા રહ્યો અને આ દરમિયાન ફળો, દાળો અને ધાનની કિંમતોમાં ઘટાડો થયો છે.  પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોના કારણે માર્ચમાં ઇંધણ અને વિજળીની મોંઘવારી ૧૦.૨૫ ટકા રહી જે ફેબ્રુઆરીમાં ૦.૫૮ ટકા હતી.

(3:30 pm IST)