મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

' દિલ્હી રમખાણ 2020 ' : હેડ કોન્સ્ટેબલ દિપક દહીયા ઉપર ગોળીબાર કરવાના આરોપી શાહરૂખ પઠાણની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ન્યુદિલ્હી :  દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈટની સિંગલ જજ બેંચે આજે દિલ્હીના જાફરાબાદમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દિપક દહીયા ઉપર ગોળી ચલાવવાના આરોપનો સામનો કરી રહેલા દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણની  જામીન અરજી નામંજૂર કરી છે.

 2020 ની હિંસાના પુરાવા રૂપે પોલીસે રજૂ કરેલા વીડિયો ફૂટેજ પર વિશ્વાસ મૂકીને કોર્ટે કહ્યું હતું કે પોલીસે રજૂ કરેલા વીડિયો ક્લિપિંગ અને દ્રશ્યો દર્શાવે છે કે આરોપી  કાયદો અને વ્યવસ્થા તેના હાથમાં લઈ શકે છે.

આ અગાઉ એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે પઠાણની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પઠાણને પકડવામાં આવ્યો હતો,  પોલીસ ક્રાઈમ બ્રાંચે 3 માર્ચ, 2020 ના રોજ ગુપ્ત માહિતીના આધારે ઉત્તર પ્રદેશના શામલી બસ સ્ટેન્ડથી તેને શોધી કાઢી પકડી લીધો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(2:09 pm IST)