મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

વિશ્વના 57 ગરીબ દેશોમાં અડધાથી વધુ મહિલાઓને જાતીય સંબંધ માટે ના પાડવાની સ્વતંત્રતા નથી : આફ્રિકન ખંડની મહિલાઓ સેક્સ દરમિયાન ગર્ભનિરોધકનો ઉપયોગ પણ કરી શકતી નથી : સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો અહેવાલ

વોશિંગટન : તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ બહાર પાડેલા અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કરાયો છે. જે મુજબ વિશ્વના 57 ગરીબ દેશોમાં અડધાથી વધુ મહિલાઓને તેમના ભાગીદાર સાથે જાતીય સંબંધ માટે ના પાડવાની  સ્વતંત્રતા નથી . આફ્રિકન ખંડની મહિલાઓની સ્થિતિ સહુથી વધુ ખરાબ છે. જે મુજબ તેઓ  સેક્સ દરમિયાન ગર્ભનિરોધકનો ઉપયોગ પણ કરી શકતી નથી અથવા આરોગ્ય સંભાળની માંગ કરી શકતી નથી.
યુ.એન.પોપ્યુલેશન  ફંડના આ અહેવાલમાં જણાવાયું છે કે આ ડેટા વિશ્વના દેશોના લગભગચોથા ભાગને આવરી લે છે, જેમાંના અડધાથી વધુ આફ્રિકન ખંડના છે.

આ અહેવાલમાં લાખો મહિલાઓ અને છોકરીઓ માટે શારીરિક સ્થિતિની ભયાનકતા પ્રકાશિત કરવામાં આવી છે, જેઓ તેમના હકની માંગ પણ કરી શકતી  નથી. આ દેશોમાં, ભય અને શારીરિક હિંસાનો ઉપયોગ સ્ત્રીઓ સાથેના સંબંધો બનાવવા માટે પણ થાય છે. યુએન પોપ્યુલેશન  ફંડે કહ્યું કે 57 દેશોમાં ફક્ત 55 ટકા છોકરીઓ અને મહિલાઓ જ સેક્સ માણવું કે નહીં તે નિર્ણય લેવામાં સક્ષમ છે.

આફ્રિકાના ત્રણ દેશો - માલી, નાઇજર અને સેનેગલમાં, મહિલાઓની સ્થિતિ સૌથી ખરાબ છે. આ દેશોમાં, ફક્ત 10 ટકા મહિલાઓ જાતે સેક્સ અંગે નિર્ણય લઈ શકે છે. જ્યારે અન્ય ઘણા દેશોમાં આવી મહિલાઓની સંખ્યા થોડી વધારે હોય છે .તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(1:02 pm IST)