મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

માણસાઈ મરવા પર થઈ મજબૂરઃ મૃતદેહોને કચરાની ગાડીમાં લઈ જવાયા

શબ વાહન ન મળતાઃ તેમની લાશોને નગર પંચાયતનો કચરો ફેંકનારા વાહનમાં લઈ જવાઈ રહ્યા છે

રાંચી, તા.૧૫: છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લામાં કોરોનાથી જે લોકોના મોત થયા છે તેમને શબ વાહન શુદ્ઘા નથી મળી રહ્યા. તેમની લાશોને નગર પંચાયતનો કચરો ફેંકનારા વાહનમાં લઈ જવાઈ રહ્યા છે. ડોંગરગામ કોવિડ કેર સેન્ટરમાં ૧૩ એપ્રિલના રોજ ૨ સગી બહેનો સહિત ૩ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આકિસજનની અછતના કારણે ત્રણેયના મોત કોરોનાથી થયા છે.

ડોગરગાંમના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પણ એક વ્યકિતનું મોત ઓકિસજનની અછતના કારણે મોત થઈ રહ્યા છે. આ ચારેની લાશો નગર પંચાયતના કચરામાં ફેંકનારા વાહનોમાં મુકિતધાન લઈ જવામાં આવ્યા છે.

સમગ્ર મામલામાં સીએમએચઓ ડો. મિથલેશ ચૌધરીએ કહ્યું કે દર્દીનું ઓકિસજન લેવલ બહું ઓછું હતુ. કચરા વાહનથી લાશને લઈ જવાના મામલામાં તેમણે કહ્યું કે લાશ લઈ જવાની વ્યવસ્થા સીએમઓ અને નગર પંચાયતની છે. તે જ અંતિમ સંસ્કાર માટે લાશોને મુકિતધામ લઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની રાજધાની રાયપુરના સૌથી મોટા સરકારી હોસ્પિટલ ભીમરાવ આંબેડકરના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રાયપુરમાં કોરોનાથી મોતના આંકડા વધ્યા છે જેના કારણે હોસ્પિટલોમાં લાશોને લઈ જવા માટે એમ્બ્યુલન્સની અછત સર્જાઈ છે. અંતિમ સંસ્કાર માટે ટ્રકોમાં રાખીને સ્મશાન દ્યાટ લઈ જવાઈ રહ્યા છે. એક ટ્રકમાં ૭ થી ૮ લાશોને લઈ જવામાં આવે છે. પ્રશાસન તરફથી ટ્રક પર શબ વાહન લખવામાં આવ્યું છે.  વીડિયો અનુસાર લાશોને રાખવા માટે ફ્રીજરની જગ્યા નથી. તેવામાં કેટલાક તો ખુલ્લા આકાશની નીચે તડકામાં સ્ટ્રેચર પર જોવા મળ્યા તો અનેક જમીન પર પડેલા જોવા મળ્યા.

(10:46 am IST)