મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

સોનાના ભાવમાં ફરી ઉછાળાના સંકેત : વાયદા બજારમાં પણ ભાવમાં સુધારો

કોરોનાની બીજી લહેરને કારણે માર્કેટમાં અનિશ્ચિતતા છવાઈ : સલામત રોકાણ તરીકે સોનુ પ્રથમ પસંદગી

નવી દિલ્હી : ભારતીય બજારમાં સોનાના ભાવમાં ફરી ઉછાળાના સંકેત મળી રહયા છે . છેલ્લા બે ચાર દિવસથી ભાવમાં સતત સુધારો થતો જોવા મળ્યો છે જાણકારોના માનવા મુજબ કોરોનાની બીજી લહેર અને તેની ગંભીર અસરોના કારણે ફરી અનિશ્ચિતતાઓ છવાઈ છે. સલામત રોકાણ તરીકે સોનુ પ્રથમ પસંદગી પામે છે. આજે MCX માં સોનું તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. આજના પ્રારંભિક કારોબારમાં સોનુ 46,800 સુધી ઉછળ્યું હતું.જયારે હાજર બજારમાં સોનાના ભાવ 48 હજારને પાર પહોંચ્યા છે

(10:05 am IST)