મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

મોટી રાહત! ૧૫ દિવસ બાદ ઘટયા પેટ્રોલ-ડીઝલના ભાવ

એક વર્ષમાં પેટ્રોલ ૨૦.૮૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું: ડીઝલ પણ વર્ષમાં ૧૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે

નવી દિલ્હી, તા.૧૫: એપ્રિલ મહિનામાં લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં રાહત મળી છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકયો છે. આ અગાઉ સતત ૧૫ દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નહતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે ૬૬ ડોલર પ્રતિ બેરલને પાર ગયું છે. એપ્રિલ અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર દ્યટાડો થયો હતો. એપ્રિલમાં આ પહેલો ભાવ ઘટાડો છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લે ૩૦ માર્ચ ૨૦૨૧માં ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ ૨૨ પૈસા અને ડીઝલ ૨૩ પૈસા સસ્તુ થયું હહતું. માર્ચ મહિનામાં પેટ્રોલ ૬૧ પૈસા સસ્તુ થયું હતું. જયારે ડીઝલના ભાવ ૬૦ પૈસા ઘટયા હતા. માર્ચમાં ભાવમાં ૩વાર ઘટાડો થયો હતો. જેનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની નબળાઈ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત ૭૧ ડોલર પ્રતિ બેરલથી ઘટીને ૬૩ ડોલર પ્રતિ બેરલ નીચે જતા રહ્યા. પરંતુ હવે તેજી જોવા મળી રહી ચે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ અને ડીઝલ ૧૬ વાર મોંદ્યુ થયું હતું. જો કે હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

દિલ્હીમાં પેટ્રોલ આજે ૧૬ પૈસા સસ્તુ થઈને ૯૦.૫૬ રૂપિયાથી દ્યટીને ૯૦.૪૦ રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલ ૯૬.૯૮ રૂપિયા પ્રતિ લીટરથી ૧૫ પૈસા દ્યટીને ૯૬.૮૩ પર વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ ૯૦.૭૭ રૂપિયાથી ઘટીને ૯૦.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં ભાવ ૯૨.૫૮દ્મક ઘટીને ૯૨.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે.

જો આજના ભાવની સરખામણી બરાબર એક વર્ષ પહેલા  કરીએ તો ૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૬૯.૫૯ રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે એક વર્ષમાં પેટ્રોલ ૨૦.૮૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું. ડીઝલ પણ ૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૬૨.૨૯ રૂપિયા પ્રતિ લીટર હતું. એટલે કે ડીઝલ પણ વર્ષમાં ૧૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યુ થયું છે. અત્રે જણાવવાનું કે એક વર્ષ પહેલા આ દરમિયાન ક્રૂડ ઓઈલનો ભાવ ૩૦ ડોલર પ્રતિ બેરલ નીચે હતો.

એપ્રિલમાં કાપ બાદ પણ ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. મુંબઈમાં ડીઝલનો ભાવ ૮૭.૯૬ રૂપિયા પ્રતિ લીટરથી ઓછા થઈને ૮૭.૮૧ રૂપિયા પર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ડીઝલ ૮૦.૮૭ રૂપિયાથી ઘટીને ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. ૪ મેટ્રો શહેરમાં ભાવ આ પ્રમાણે છે.

૪ મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવ

શહેર

કાલના ભાવ

આજના ભાવ

દિલ્હી

૯૦.૫૬

૯૦.૪૦                            

મુંબઈ

૯૬.૯૮

૯૬.૮૩            

કોલકાતા

૯૦.૭૭

૯૦.૬૨

ચેન્નાઈ

૯૨.૫૮

૯૨.૪૩

૪ મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર

કાલના ભાવ

આજના ભાવ

દિલ્હી

૮૦.૮૭

૮૦.૭૩                          

મુંબઈ

૮૭.૯૬

૮૭.૮૧            

કોલકાતા

૮૩.૭૫

૮૩.૬૧

ચેન્નાઈ

૮૫.૮૮

૮૫.૭૫

(10:45 am IST)