મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

દિલ્હીમાં કોરોના બેફામ બનતા બેન્ક્વેટ હોલ અને હોટલોને હોસ્પિટલો સાથે જોડી દેવાઈ

હળવા લક્ષણોવાળા દર્દીઓને બેંક્વેટ હોલમાં અને હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર કરાશે

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના દર્દીઓને વધુ સારી અને તાત્કાલિક સારવાર આપવા માટે બેન્ક્વેટ હોલ અને હોટલોને ઘણી હોસ્પિટલો સાથે જોડવામાં આવી છે, જેનાથી બેડની સંખ્યામાં વધારો થાય અને કોવિડ દર્દીઓ માટે સારવાર માટે દાખલ થવામાં મુશ્કેલી ન આવે. હળવા લક્ષણોવાળા દર્દીઓને બેંક્વેટ હોલમાં અને હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવશે. 23 હોસ્પિટલોને હોટલ અને બેન્ક્વેટ હોલ્સ સાથે જોડવામાં આવી છે

(12:00 am IST)