મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

છત્તીસગઢમાં કોરોના સંક્રમણ રોકવા 20 જિલ્લાઓમાં લોકડાઉન અમલી : તારીખ અને સમયગાળો અલગ-અલગ: માત્ર 8 જિલ્લાઓ લોકડાઉન મુક્ત

રાયપુરમાં સ્મશાનમાં લાકડાની એટલી તંગી પડી કે અન્ય જિલ્લાઓમાંથી મગાવવી પડ છે.

છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. રાયપુરમાં લાકડાની એટલી બધી તંગી પડી કે અન્ય જિલ્લાઓમાંથી મગાવવી પડ છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અમલમાં છે. લોકડાઉનમાંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે. જો કે, આ જિલ્લાઓમાં લોકડાઉન માટેની તારીખ અને સમયગાળો જુદો છે.

6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન છે. 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાયપુરમાં 10 દિવસનું લોકડાઉન છે. 10 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાજનાંદગાંવ, બેમેતારા અને બાલોદ જિલ્લામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. 11 એપ્રિલથી 18 એપ્રિલ સુધી જશપુરમાં લોકડાઉન છે. બાલોડાબજારમાં 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકડાઉન છે. 11 એપ્રિલથી 19 એપ્રિલ સુધી કોરિયામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે.

 

12 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કોરબામાં અને 26 એપ્રિલથી ધામતારીમાં લોકડાઉન છે. રાયગઢ અને મહાસમુંડ જિલ્લામાં 14 એપ્રિલથી 22 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગારિયાબંદ, સૂરજપુર, જાંજગીર અને સુરગુજામાં 13 એપ્રિલથી 23 એપ્રિલ સુધી લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બિલાસપુર, મુંગિલી અને પેંડ્રામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. બલરામપુર જિલ્લામાં 14 એપ્રિલથી 25 એપ્રિલ સુધી લોકડાઉન છે.

(12:00 am IST)