મુખ્ય સમાચાર
News of Sunday, 15th April 2018

રોડ રેઝ કેસ મુદ્દે સિધ્ધુના રાજીનામાનો કોઈ જ સવાલ નથી : મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અટકળો પર લગાવ્યું પૂર્ણવિરામ

વિપક્ષ દ્વારા સિધ્ધુના રાજીનામાની માંગ : ન્યાયાધીશ નિર્ણય કરવામાં સમાજ અને દેશ પ્રત્યે સિદ્ધુંનાં યોગદાનનું સંજ્ઞાન લેશે - મુખ્યમંત્રીને આશા

ચંડીગઢ : પંજાબમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુંનાં 30 વર્ષ જુનાં રોડ રેઝનાં એક કેસ મુદ્દે વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ વચ્ચે  મુખ્યમંત્રી અમરિંદર સિંહે અટકળો પર વિરામ લગાવતા કહ્યું હતું કે પર્યટન અને સંસ્કૃતી મંત્રી સિદ્ધુએ રાજીનામું આપવા માટેનો કોઇ સવાલ જ પેદા નથી થતો. 
   અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત અઠવાડીયે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં તે નિર્ણયનું સમર્થન કર્યું હતું, જેમાં 1988નાં મુદ્દે સિદ્ધુને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિદ્ધું દ્વારા મુક્કો મારવામાં આવ્યા બાદ પટિયાલાનાં રહેવાસી ગુરનામ સિંહનું મોત થઇ ચુક્યું હતું. 
    અમરિંદરે કહ્યું કે, 30 વર્ષ જુનાં હાઇકોર્ટમાં રાજ્ય સરકારે માત્ર પોતાનું વલણ બેવડાવવાથી મંત્રીનું રાજીનામું આપવાનો સવાલ જ પેદા નથી થતો. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ રાજીનામા દ્વારા સતત માંગ કરી રહ્યું છે. સિદ્ધુંનાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. જો કે મુખ્યમંત્રીએ એકવાર ફરીથી આશા વ્યક્ત કરી હતી કે ન્યાયાધીશ મુદ્દે નિર્ણય કરવામાં સમાજ અને દેશ પ્રત્યે સિદ્ધુંનાં યોગદાનનું સંજ્ઞાન લેશે. 
    કોર્ટમાં જાતે કરીને સમર્થન નહી કરવાનાં સમાચારો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી અભિયોજનને નવા સાંક્ષીઓ નથી મળી જતા તેનાં માટે પોતાની દલીલોમાં નવી વસ્તુઓ જોડવી કાયદાકીય રીતે શક્ય નહી હોય.

(12:00 am IST)