મુખ્ય સમાચાર
News of Sunday, 15th April 2018

યુકો બેન્‍કના પૂર્વ સીએમડી અરૂણ કૌલ પણ ભ્રષ્‍ટ અધિકારીની ગણનામાં : બેન્‍કે ૬ર૧ કરોડના ફ્રોડની ફરીયાદ નોંધાવી

નવી દિલ્‍હી : દેશભરમાં સર્જાયેલ બેંક કૌભાંડના સીલસીલામા વધુ એક સરકારી બેંક યુકો બેંકના પૂર્વ સીએમડી અરૂણ કૌલ પણ ફસાતા બેંકે તેમની સામે રૂા. ૬ર૧ કરોડની છેતરપીંડીનો કેસ નોંધ્‍યો છે. 

સીબીઆઈએ યુકો બેંકના ભૂતપૂર્વ સીએમડી અરુણ કૌલ વિરુદ્ધ 621 કરોડ રૂપિયાના બેંક ફ્રોડના મામલામાં કેસ નોંધ્યો છે. સીબીઆઈનું કહેવું છે કે યુકો બેંક તરફથી ફરિયાદ મળ્યા બાદ ભૂતપૂર્વ સીએમડી અરુણ કૌલ, મેસર્સ ઈરા એન્જિનિયરિંગ ઈન્ફ્રા ઈન્ડિયા લિમિટેડના હેમસિંહ ભરના, તેના સીએમડી પંકજ જૈન અને વંદના શારદા, મેસરસ્સ એલ્તિયસ ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પવન બંસલ અને અન્ય અજ્ઞાત લોકસેવક અથવા વ્યક્તિઓ વિરુદ્ધ છ બેંકો સાથે ફ્રોડનો મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં એજન્સીએ દશ સ્થાનો પર દરોડા પાડયા છે. જેમાં દિલ્હામાં આઠ અને મુંબઈમાં બે સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ હાથ લાગ્યાની શક્યતા છે.

(4:43 pm IST)