મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

વિદેશી રોકાણકારો દ્વારા ભારે પ્રતિસાદના પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી

મુંબઇ : લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી જોવા મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે અને ગુરૂવારે ડોલરની સરખામણીએ 20 પૈસાનો વધારો થતાં રૂપિયા પ્રતિ ડોલર 69.34 રૂપિયા થયો છે. વિદેશી મુદ્રાની સરખામણીએ છેલ્લા ચાર ક્વાટરમાં રૂપિયામાં 80 પૈસા અને 0.8 ટકાનો સુધારો થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે આ સુધારો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય મુદ્દા બજારમાં રૂપિયાના વિનિમય દર 69.75 સાથે ખુલ્યો હતો અને 69.78 રૂપિયાથી ઘટીને 69.26 નીચે ગયો હતો. વેપારના અંતે રૂપિયો છેવટે 69.34 પ્રતિ ડોલર નોંધાયો હતો.

જે ગત 19 ઓગસ્ટ 2018 બાદનું અત્યાર સુધીનો સૌથી ઉચ્ચત્તમ છે. આ સમયે બંધનો સમય વિનિમય દર 68.83 પ્રતિ ડોલર હતો. બીએસઇ સૂચકાંક ગુરૂવારે માત્ર 2.72 પોઇન્ટ અથવા 0.01 ટકાના તેજી સાથે 37,754.89 પોઇન્ટે બંધ થયો હતો.

(4:30 pm IST)