મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ચૂંટણી બાદ ભારત સાથે સંબંધો વધુ સારા થઇ જશે : ઇમરાન ખાન

પાકિસ્તાન શાંતિ અને વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે

ઇસ્લામાબાદ તા. ૧૫ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા થઈ જશે. તેમણે ભારત ઉપરાંત અન્ય પડોશી દેશો સાથે પણ પાક્સ્તિાન સારા સંબંધો બનાવવા માગતુ હોવાથી હાલ પાકિસ્તાન શાંતિ અને વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે તેમ જણાવ્યુ હતુ.

ઈમરાનખાને એક સમારોહમાં વીઝા સુધારણાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે પાકિસ્તાનને વિશ્વાસ છે કે તેણે શાંતિ અને વિકાસની રાહમાં પહેલુ કદમ આગળ વધાર્યુુ છે. પર્યટકો અને રોકાણકારોને આકર્ષિત કરવાના પ્રયાસો હેઠળ ઓનલાઈન વિઝા સહિત અન્ય મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરતા ખાને વધુમાં જણાવ્યુ હુત કે ચૂંટણી બાદ ભારત સહિત તમામ પડોશી દેશો સાથે પાકિસ્તાનના સબંધો સારા થઈ જશે. અને   પાકિસ્તાન શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પાકિસ્તાન બની જશે.તેમણે  એવી  પણ ખાતરી  આપી  હતી કે  ભારત સાથે આગામી સમયમાં પાકિસ્તાનના સબંધો સારા થઈ જશે.

આ ઉપરાંત અમે પણ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવનારા સામે કાર્યવાહી કરી છે અને હજુપણ આવી કાર્યવાહી ચાલુ રાખવામા આવશે. તેમ જણાવી આતંકવાદ એ વિશ્વ માટે ખતરારૂપ છે તેમ જણાવી ભારત અને અન્ય પડોશી દેશો સાથે પાકિસ્તનના સંબધો સારા થઈ જસે તેવી આશા વ્યકત કરી હતી.

(3:58 pm IST)