મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ભારતના ૧૨ રાજ્યોમાં ઇ-સિગારેટ પર લાગ્યો પ્રતિબંધ : ગુજરાતમાં હજુ નથી લાગી પાબંદી

નવી દિલ્હી તા. ૧૫ : ગત વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સલાહકારના આદેસ મુજબ ભારતના ૧૨ રાજયોમાં ઇલેકટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (E-cigarette) પર પ્રતિબંધ મૂકાયો છે, આ ૧૨ રાજયોમાં પંજાબ રાજય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્ત્।ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે, તેમ યુનિયન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે.

આ ઈ-સિગારેટની ભારતમાં માંગ વધી રહી છે. સામાન્ય રીતે આ ઈ-સિગારેટ ભારતમાં વેપ્સ તરીકે ઓળખાય છે. તમાકુના ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ અંગેના ભારતના રાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં ઈ-સિગારેટ સામેલ નથી, જેથી આવી ઈ-સિગારેટોના કારણે તેના વપરાશકર્તાઓમાં સ્વાસ્થ્યનું જોખમ ઉભુ કરે છે અને તે સિગારેટ જેટલી જ નુકસાન કારક છે.

ઓગસ્ટ ૨૦૧૮ માં મંત્રાલયે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી કે, ઈ-સિગારેટ ગરમી નહીં પણ બર્ન ઉપકરણો, વેપ, ઇ-શીશા, ઈ-નિકોટિન ફલેવર હુકા અને તેની સમાનની બાબતોને કે જે નિકોટિનને પ્રોત્સાહન આપતીઓનું વેચાણ થઈ શકે છે. આ ઈ-સિગારેટનું ઉત્પાદન, વિતરણ, વેચાણ, વેપાર, આયાત અને જાહેરાત ભારતના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી.

(3:45 pm IST)