મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

સોશ્યલ મીડિયા દ્વારા ૨૫૦ મહિલાઓનું યૌન શોષણઃ વિડીયો ઉતારી બ્લેક મેલ કરતા

તામિલનાડુના પોલ્લાચીમાંથી ૪ આરોપીઓની ધરપકડઃ એક આરોપી એઆઇડીએમકેનો સભ્ય : મહિલાઓના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે સેકસ અને સમલૈંગીક સંબંધો અંગે ચેટ કરતાઃ બાદમાં ચેટ જાહેર કરવાની ધમકી આપી મળવા બોલાવતા :મોટાભાગે પીડિતાઓ ચાલુ વાહને, હોટલમાં કે ફાર્મ હાઉસમાં શોષણનો ભોગ બની

ચૈન્નાઇઃ તામિલનાડુમાં મહિલાઓ સાથે યૌન શોષણ કરનાર આખી ગેંગનો ભાંડાફોડ થતા ચકચાર મચી ગઇ છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પકડાયેલ ચાર આરોપીઓ પેૈકી એક સત્તાધારી પક્ષ એઆઇડીએમકેનો સભ્ય છે. ઉહાપોહ થતા તેને પાર્ટીમાંથી હાકી કાઢવામાં આવેલ. આ અંગે વિરોધ પક્ષે ભારે વિરોધ પ્રદર્શન કરેલ.

ગેંગનો શિકાર બનેલ મહિલાઓની સંખ્યા ૬૦ સુધી પહોંચી છે. આ મામલે તામિલનાડુના વિરોધ પક્ષે જણાવેલ કે છેલ્લા ૭ વર્ષમાં ૨૫૦ મહિલાઓ શોષણનો શિકાર બની છે. જેમાં ચૈન્નાઇ, કોઇમ્બતુર, સાલેમ અને અન્ય કેટલીક જગ્યાઓની મહિલાઓનું આ ગંેગે શોષણ કર્યું છે.

આરોપીઓ પાસેથી ૫૦ થી વધુ મહિલાઓના ફોટા-વીડિયો મળી આવ્યા છે. લોકઆક્રોશ એટલી હદે વધી ગયેલ છે કે પોલ્લાચીની કોલેજમાં રજા જાહેર કરી દેવાયેલ.

આ અંગેની વિગતો એવી છે કે ૩ અઠવાડિયા પહેલા જયારે એક ૧૯ વર્ષીય યુવતિને બ્લેકમેલ કરવા અને યૌન શોષણ  મામલે પોલીસે પોલ્લાચીથી ૪ લોકોની ધરપકડ કરતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો.

કોઇમ્બતુરથી ૪૫ કિલોમીટર દૂર પોલ્લાચીથી ધરપકડ કરાયેલ ચારેય આરોપીઓ ફેસબુક ઉપર મહિલાઓના નામે એકાઉન્ટ બનાવી મહિલાઓને ભોળવતા. મોટાભાગના કિસ્સાઓમાં આરોપીઓ મહિલાઓ સાથે લેસ્બીયન અને સેકસ મામલે વાતો કરતા. બાદમાં પોતાની અસલીયત ઉજાગર કરતા અને ફેસબુક ચેટ સાર્વજનિક કરવાની ધમકી આપી મળવા આવવા મજબુર કરતા.

મોટાભાગના યૌનશોષણના મામલાઓ ચાલતી ગાડી, હોટલ અને ફાર્મહાઉસમાં થયા હતા. વિડીયો ઉપરથી જાણવા મળેલ કે પીડિતાઓને પ્રલોભન આપી એકાંત સ્થળે લઇ જઇ છેડછાડ કરવામાં આવતી. તેનો વિડીયો ઉતારાતો અને ત્યારબાદ બ્લેક મેલ કરી પૈસા પડાવાતા.

(3:34 pm IST)