મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

રેલવેએ તત્કાલ ટિકિટ માટે નિયમમાં કર્યો ફેરફાર

તત્કાલ માટે આપવો પડશે ચાર્જ : કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ પર રિફંડ મળશે નહી

નવી દિલ્હી તા. ૧૫ : રંગોના તહેવાર હોળી પર ઘર જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે (Indian Railway)એ હોળી પહેલા તત્કાલ ટિકિટ (Tatkal Ticket) બુકિંગમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી હવે પેસેન્જર્સને તત્કાલ ટિકિટ બુક કરાવવી સરળ થઈ જશે. IRCTCએ તત્કાલ ટિકિટ બુકિંગની અવધિને ઓછી કરી દીધી છે અને તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે.

IRCTC મુજબ, ટ્રેન શરૂ થવાના સ્ટેશનથી પ્રવાસના દિવસને છોડીને તત્કાલ ટિકિટ બુકિંગનું એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP)ને બે દિવસોથી ઘટાડીને એક દિવસ કરવામાં આવી રહ્યો છે. હવે ટ્રેનના પ્રસ્થાનની તારીખથી એક દિવસ પહેલા તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકાય છે. એસી કલાસ (2A, 3A, CC,) માટે તત્કાલ ટિકિટ સવારે ૧૦ વાગ્યે ખુલે છે જયારે સ્લીપર કલાસ (SL, FC, 2S) માટે તત્કાલ વિન્ડો સવારે ૧૧ વાગ્યે ખુલે છે.

IRCTC તત્કાલ ટિકિટોને એક PNRથી વધુમાં વધુ ચાર પેસેન્જર્સ માટે બુક કરી શકાય છે. ભારતીય રેલવે મહિલા અને સામાન્ય કોટાની સાથે તત્કાલ કોટા અને ટ્રેન ટિકિટની અનુમતી નથી આપતી. સાથોસાથ ફર્સ્ટ એસી અને એકઝીકયૂટિવ કલાસ માટે આ ટિકિટ બુક નથી કરી શકાતી.તત્કાલ ટિકિટ માટે આપવો પડશે એકસ્ટ્રા ચાર્જભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ હેઠળ સ્લીપર કલાસ માટે ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૨૦૦ રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. એસી ચેર કાર ટિકિટ માટે, ભારતીય રેલવે દ્વારા લગાવવામાં આવેલો ચાર્જ ૧૨૫-૨૨૫ રૂપિયા છે. તમે તત્કાલ ટિકિટને IRCTCની વેબસાઇટ https://www.irctc.co.in ઉપરાંત રિઝર્વેશન કાઉન્ટરથી પણ બુકિંગ કરી શકો છો.કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ પર રિફન્ડ નહીંતત્કાલ ટિકિટ જો કન્ફર્મ છે તો આ ટિકિટને કેન્સલ કરાવવા પર તમને કોઈ રિફન્ડ નહીં મળે. જોકે, જો આ તત્કાલ ટિકિટ વેટિંગમાં છે, તો ટિકિટ કેન્સલ કરાવવા પર રેલવે કેટલીક અમાઉન્ટ કાપીને બાકીના પૈસા આપને પરત કરી દે છે.

(3:33 pm IST)