મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ભાજપના સાંસદ શત્રુઘનસિંહા પાર્ટી છોડવાના મૂડમાં : મોદીને કહ્યું તમારા નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસનો અભાવ

મોહબ્બત કરનાર લોકો ઓછા નહીં હોય, પણ તારી એ મહેફિલમાં અમે નહીં હોઈએ.

નવી દિલ્હી :ભાજપના સાંસદ અને પાર્ટી વિરુદ્ધ બોલનાર  નેતા અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને ખૂલેઆમ કહી શકનાર શત્રુઘ્ન સિન્હાએ પાર્ટી છોડી દેવાનાં સીધા સંકેત આપ્યા છે. શત્રુઘ્ન સિન્હાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વીટ્સ લખી છે. જેમાં તેમણે કહ્યું હતું કે સાહેબ રાષ્ટ્ર તમને માન આપે છે પરંતુ તમારા નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસનો અભાવ છે.

    શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું હતું કે નેતૃત્વ જે કરી રહ્યું છે અને કહી રહ્યું છે તેનાં પર લોકો વિશ્વાસ કરે છે ખરા? કદાચ નથી કરતા. લોકોને આપવામાં આવેલ વચનો હજી પૂરા થયાં નથી. જે હવે પૂર્ણ થશે પણ નહીં. આશા ઇચ્છા અને પ્રાર્થના છે કે હું તમારી સાથે હવે નથી રહેવા માંગતો. સિન્હાએ પોતાની શાયરાની શૈલીના ટ્વીટ કરતી વખતે ભાજપને તેમનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે મોહબ્બત કરનાર લોકો ઓછા નહીં હોય, પણ તારી એ મહેફિલમાં અમે નહીં હોઈએ.

(1:26 pm IST)