મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

IDBI બેંક હવે પ્રાઇવેટ બેંક

રિઝર્વ બેંકની જાહેરાત

નવી દિલ્હી તા. ૧૫ : આરબીઆઇ દ્વારા જાહેર કરેલા સકર્યુલરમાં આઈડીબીઆઈ બેંકની કેટેગરી બદલી નાખવામાં આવી છે. હવે તે સરકારી નહીં, પરંતુ પ્રાઇવેટ બેંક થઇ ગઈ છે. ઉલ્લખેનીય છે કે આઈડીબીઆઈઙ્ગ બેંકમાં એલઆઇસીનો માલિકનો હક છે. જોકે ભારતીય વીમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણે ભારતીય જીવન વીમા નિગમને આઈડીબીઆઈમાં તેમની ભાગીદારી ઘટાડવા માટે પ્રસ્તાવ માંગ્યો છે.

એલઆઇસીએ હાલમાં આઈડીબીઆઈમાં માલિકાનો હક સરકારની જગ્યાએ એલઆઇસીના હાથ ગયા બાદ બેન્ક હવે પ્રાઇવેટ ક્ષેત્રના ઉપક્રમ થઇ ગયો છે.એટલું જ નહીં, બેંક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈડીબીઆઈ બેંક તેમના દરેક ગ્રાહકોને એક જ જગ્યાએ બેન્કિંગ અને વીમા સર્વિસ આપવા માટે આવશ્યક જોગવી કરી રહી છે.

ઙ્ગ જૂન ૨૦૧૮માં વીમા નિયામકે એઆઈસીને લોનના બોજથી દબાયેલા આઈડીબીઆઈ બેંકમાં ૫૧ ટકા ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી દીધી હતી. એલઆઇસીએ આ અધિગ્રહણ હેઠળ ૨૮ ડિસેમ્બરે આઈડીબીઆઈ બેકમાં ૧૪૫૦૦ કરોડ રૂપિયા નાખ્યા હતા. ત્યારબાદ ૨૧ જાન્યુઆરીએ તેને બેંકમાં ૫૦૩૦ કરોડ રૂપિયા વધુ નાખ્યા.

(11:38 am IST)