મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ચીની માલના બહિષ્કારનો ટ્વિટર પર નવો ટ્રેન્ડ

નવી દિલ્હી તા. ૧૫ : સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં પાકિસ્તાની મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તને ચીને બ્લોક કર્યા પછી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ચીનના માલસામાનના બહિષ્કારનો અનુરોધ કરતી પોસ્ટ્સનો રાફડો ફાટ્યો છે. 'બોયકોટ' ચાઇનીઝ પ્રોડકટ્સનો નવો ટ્રેન્ડ ટ્વિટર પર વ્યાપક બન્યો છે. હજારો ઇન્ડિયન ટ્વિટર યુઝર્સ 'બોયકોટ' ચાઇનીઝ પ્રોડકટ્સના નવા ટ્રેન્ડમાં સામેલ થઈને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશની પ્રોડકટ્સ ખરીદવાની ભલામણ લોકોને કરે છે.

ઇન્ડિયન ટ્વિટર યુઝર્સ કહે છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતવિરોધી વલણ અપનાવનારા ચીનને પાઠ ભણાવવા માટે દેશમાં ચીની માલસામાનના બહિષ્કારની અનિવાર્યતા છે. ભારતમાં મોબાઇલ ફોન્સથી કોસ્મેટિકસ સુધીની અનેક ચીજો અને સાધનોની નિકાસ ચીન કરે છે.

(11:37 am IST)