મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

EVM- VVPAT કેસ

વિપક્ષ સુપ્રિમના દ્વારેઃ આજે સુનાવણી

ચુંટણી પરિણામો પૂર્વે ૫૦ ટકા વોટીંગની તપાસ બેલેટ પેપરથી થવી જોઇએ

નવીદિલ્હી, તા.૧૫:- ર૧ વિરોધ પક્ષોએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોકસભા ચુંટણીમાં વપરાનાર ઇવીએમ અને વીવીપેટ માંથી ૫૦ ટકાનું ઉચિત નિરીક્ષણ કરવાની માગણી કરી છે. આ પક્ષોનું કહેવું છે કે મુકત અને ન્યાયી ચુંટણી માટે આમ કરવું જરૂર છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત ૨૧ વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા કરાયેલી આ અરજી પર સુપ્રિમ આજે સુનાવણી કરશે. અરજીકર્તા નેતાઓનું કહેવું છે કે ઇવીએમ અને વીવીપેટથી વિશ્વાસનિયતા પર પહેલાથી જ પ્રશ્નો ઉભા થયેલા છે એટલે મુકત અને ન્યાપી ચુંટણી માટે ઓછામાં ઓછા ૫૦ ટકા ઇવીએમ અને વીવીપેટનું નીરીક્ષણ થવું જોઇએ. અરજીમાં કહેવાયું છે કે લોકસભા ચુંટણીના પરિણામ જાહેર કરતા  પહેલા આ નિરીક્ષણ થવું જોઇએ. અરજદાર નેતાઓનું કહેવું છે કે સ્વસ્થ લોકશાહી માટે નિષ્પક્ષ ચુંટણી થવી જોઇએ અને તેના માટેની સચોટ વ્યવસ્થા હોવી જોઇએ.અરજી કરનારાઓમાં શરદ પવાર, કેસીવેણુગોપાલ, ડેરેક ઓબ્રાયન શરદયાદવ, અખિલેશ યાદવ, સતીષ ચંદ્ર મીશ્રા, એમ કેસ્ટાલીન, ટીકે રંગરાજન, મનોજકુમાર રઝા, ફારૂખ અબ્દુલ્લા, એ એ રેડ્ડી, કુમાર દાનીશ અલી, અજીતસિંહ, મોહમ્મદ બદરૂદ્દીન અજમલ, જીતનરામ માંઝી, પ્રો.અશોક કુમાર મિશ્ર વગેરે શામેલ છે.

(11:34 am IST)