મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

સુષ્મા સ્વરાજનો પાકિસ્તાનને સણસણતો જવાબ :કહ્યું અમે આતંકવાદ પર વાતચીત નહીં પણ કાર્યવાહી ઇચ્છીએ છીએ

પાકિસ્તાન આતંકીઓના અડ્ડાઓ પર કાર્યવાહી નહી કરે ત્યાં સુધી વાતચીત થઈ શકે નહી

નવી દિલ્હી :વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ફરીવાર પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે, પાકિસ્તાન જ્યાં સુધી પોતાની જમીન પર ચાલતા આતંકીઓના અડ્ડાઓ પર કાર્યવાહી નહી કરે ત્યાં સુધી વાતચીત થઈ શકે નહી.
   સુષમા સ્વરાજે વાતચીત અને આતંકવાદ સાથે સાથે ન ચાલી શકે તે વાત પર ભાર મુક્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે પાકિસ્તાને આઈએસઆઈ અને પોતાની સેનાને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. જે વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવાનું કામ કરે છે. સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે, અમે આતંકવાદ પર વાતચીત નહી પરંતુ કાર્યવાહી ઈચ્છીએ છીએ.
   ઈન્ડિયાઝ વર્લ્ડ મોદી ગર્વર્મેન્ટ ફોરેન પોલિસી પર વાત કરતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર પણ નિશાન તાક્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે જો ઈમરાના ખાન ખૂબ જ ઉદાર હયો તો તેઓએ મસૂદ અઝહરને ભારતને સોંપી દેવો જોઈએ. તેમણે પાકિસ્તાન પોતાની જમીન પરથી આતંકી સમૂહો સામે કાર્યવાહી કરી તો ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો થઈ શકે છે તેમ પણ કહ્યુ હતુ.

(9:07 pm IST)