મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

અર્થવ્‍યવસ્થા વિશે વિચાર કરતી વખતે દુનિયાભરની સરકારો સામાજીક અસમાનતાને નજરઅંદાજ ન કરી શકેઃ રઘુરામ રાજન

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મંગળવારે ચેતવણી આપી કે સમાજમાં સંભવિત' વિદ્વોહ'ની સ્થિતિને જોતાં પૂંજીવાદ પર 'ગંભીર ખતરો' દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ખાસકરીને 2008ની વૈશ્વિક નાણાકીય મંદી બાદ આર્થિક અને રાજકીય વ્યવસ્થા લોકોને બરાબર તકો ઉપલબ્ધ કરાવી શકી નથી. યૂનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર રાજને અેક કાર્યક્રમમાં જણાવ્યું કે અર્થવ્યવસ્થા વિશે વિચાર કરતી વખતે દુનિયાભરની સરકારો સામાજિક અસમાનતાને નજરઅંદાજ કરી ન શકે.

પૂંજીવાદ ગંભીર ખતરામાં છે

આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ)ના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે 'મારું માનવું છે કે પૂંજીવાદ ગંભીર ખતરામાં છે કારણ કે તેમાં ઘણા લોકોને તક મળી રહી નથી અને જ્યારે આમ થાય છે તો પૂંજીવાદ વિરૂદ્ધ વિદ્રોહ ઉભો થાય છે. રાજને કહ્યું કે મને લાગે છે કે પૂંજીવાદ નબળો પડી રહ્યો છે કારણ કે આ લોકોને બરાબર તક આપી રહ્યો નથી. તેમણે કહ્યું કે ''પૂંજીવાદ લોકોને બરાબરીની તક આપી રહ્યો નથી અને હકિકતમાં જે લોકો તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે તેમની સ્થિતિ બગડી છે.''

અવસરોમાં સુધારો લાવવાની જરૂરિયાત

રાજને કહ્યું કે 'સંસાધનોનું સંતુલન જરૂરી છે, તમે પોતાની પસંદથી કંઇપણ સિલેક્ટ કરી શકતા નથી. હકિકતમાં જે કરવાની જરૂર છે તે અવસરોમાં સુધારો લાવવાની જરૂર છે. પૂર્વ ગર્વનરે કહ્યું કે અતીતમાં મામૂલી શિક્ષાની સાથે એક મધ્યમ વર્ગની નોકરી પ્રાપ્ત કરવી સંભવ હતી. પરંતુ 2008ના વૈશ્વિક આર્થિક સંકટ બાદ સ્થિતિ બદલાઇ છે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી છે તો તમારે હકિકતમાં સારા શિક્ષણની જરૂરિયાત છે.

(12:00 am IST)