મુખ્ય સમાચાર
News of Thursday, 15th March 2018

યુપીની પેટાચુંટણીમાં ભાજપનું ખરાબ પ્રદર્શનઃ સોશ્યલ મીડીયામાં ઉડી મજાક

નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાવાથી ભગવાન શ્રીરામ નારાજ થયા... જેવી અલગ-અલગ મુદ્દે સેંકડો ટીપ્પણી

લખનૌ, તા., ૧પઃ ઉત્ત્।રપ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં પાર્ટીની મજાક ઉડાડવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બન્યા બાદ ખાલી પડેલી ગોરખપુરની બેઠક માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવારે યોગીના ગઢમાં ગાબડું પાડ્યું છે. સોશિયલ મીડિયામાં લોકોએ અલગ-અલગ મુદ્દે ભાજપની મજાક ઉડાવી છે. જેમાં નરેશ અગ્રવાલનું ભાજપમાં શામેલ થવું, ગોરખપુર હોસ્પિટલમાં ઓકસીજનની અછતનો મુદ્દો અને બાળકોના મોત જેવા મુદ્દાને લઈને લોકો ગ્થ્ભ્દ્ગચ ટાર્ગેટ કરી રહ્યાં છે. ફેસબુક પર એક ટિપ્પણીમાં લખવામાં આવ્યું કે, નરેશ અગ્રવાલના ભાજપમાં જોડાવાથી શ્રીરામ નારાજ થયા. જે ગોરખપુર અને ફૂલપુરમાં ભાજપના પરાજયનું કારણ બન્યું. અન્ય એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે, શ્નનરેશ અગ્રવાલ ભાજપ માટે પનોતી સાબિત થયાં. ગુજરાતમાં ભાજપની ધોલાઈ થયા બાદ હવે ઉત્ત્।રપ્રદેશમાં પરાજય થયો. માર્ચ મહિનો ભગવાધારીઓ માટે અશુભ.

ગોરખપુરના દવાખાનામાં ઓકિસજનની અછતથી બાળકોના મોતના મામલ પણ ભાજપ પર કોમેન્ટ કરવામાં આવી. જેમાં લખ્યું કે, માર્યા ગયેલા અનેક બાળકોને શ્રદ્ઘાંજલિ  જોકે એક મુદ્દો આગળ ધરીને ભાજપના પક્ષમાં કોમેન્ટ લખવામાં આવી કે, ફૂલપુર અને ગોરખપુરમાં મહાગઠબંધનની જીત થઈ. જો ભાજપનો ઉમેદવાર જીત્યો હોત તો, EVM ની જીત ગણીને તેને વખોડવામાં આવ્યું હોત. ધન્ય છે આવી માનસિકતા ધરાવનારા લોકોને.

આપને જણાવી દઈએ કે, ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સપા-બસપામાં ઉત્સાહનો માહોલ છે અને ભાજપમાં નિરાશા છવાઈ ગઈ છે. પરિણામ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ચહેરા ઉપર પણ નિરાશા સ્પષ્ટ જણાઈ રહી હતી. આ પહેલા જયારે BJP  ની જીત થઈ ત્યારે પાર્ટી મુખ્યાલયે જીતનો જશ્ન જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, BJP ની જીત  બાદ પીએમ મોદી પણ પાર્ટી કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધન કરે છે, જોકે આ વખતે પાર્ટી ઉમેદવારના પરાજયના કારણે એ જોવા મળ્યું ન હતું.

(1:05 pm IST)