મુખ્ય સમાચાર
News of Thursday, 15th March 2018

હાઇકોર્ટના ૬૦૦થી વધુ જજઃ મહિલા જજ માત્ર ૭૩

નવી દિલ્હી તા. ૧૫ : દેશની ૨૪ હાઈકોર્ટમાં કુલ ૬૭૩ જજ છે, જે પૈકી મહિલા જજની સંખ્યા માત્ર ૭૩ છે. આ પૈકી ૧૧ મહિલા જજ બોમ્બે હાઈકોર્ટમાં, ૧૧ મદ્રાસ હાઈકોર્ટમાં અને ૧૦ મહિલા જજ દિલ્હી હાઈકોર્ટમાં છે. કાયદા રાજય મંત્રી પી.પી. ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં માત્ર એક જ મહિલા જજ છે. તેમણે કહ્યું હતું કે દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં કોઈપણ પ્રકારના અનામતની જોગવાઈ નથી. તેમ છતાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કહેવાયું છે કે તેઓ ભલામણ કરે ત્યારે યોગ્ય મહિલા ઉમેદવાર વિશે પણ વિચારણા કરે. દેશની ૨૪ હાઈકોર્ટમાં કુલ ૬૭૩ જજ છે, જે પૈકી મહિલા જજની સંખ્યા માત્ર ૭૩ છે. આ પૈકી ૧૧ મહિલા જજ બોમ્બે હાઈકોર્ટમાં, ૧૧ મદ્રાસ હાઈકોર્ટમાં અને ૧૦ મહિલા જજ દિલ્હી હાઈકોર્ટમાં છે.

(10:29 am IST)