મુખ્ય સમાચાર
News of Monday, 15th February 2021

' હમ સબ એક હૈ ' : વેલેન્ટાઈન દિવસે કોંગ્રેસ નેતાની પુત્રી અને ભાજપા નેતાના કુટુંબી પુત્ર વચ્ચે પ્રેમનું ' ગઠબંધન ' : બંને લગ્નગ્રંથિથી બંધાયા : કર્ણાટકના બેંગલુરુમાં આવેલી હોટલમાં ધૂમધામથી લગ્ન કરાયા : વર્તમાન તથા પૂર્વ મુખ્યમંત્રી અનુક્રમે યેદુરપ્પા અને કુમાર સ્વામી હાજર રહ્યા


બેંગ્લુરુ : જાહેરમાં એકબીજા ઉપર કાદવ ઉછળતા પરંતુ વ્યક્તિગત મામલે એક થઇ જતા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ વેલેન્ટાઈન દિવસે હમ સબ એક હૈ નું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે.જે મુજબ કર્ણાટક કોંગ્રેસના કદાવર નેતા ડી.કે.શિવકુમારની પુત્રી ઐશ્ચર્યાએ ભાજપ આગેવાન એસ.એમ.કૃષ્ણાના કુટુંબી પુત્ર  અમૃત્ય હેગડે સાથે વેલેન્ટાઈન દિવસે લગ્ન કર્યા છે.

કર્ણાટકના બેંગલુરુમાં આવેલી હોટલમાં ધામધૂમથી યોજાયેલી લગ્નવિધિમાં રાજ્યના વર્તમાન તથા પૂર્વ મુખ્યમંત્રી અનુક્રમે યેદુરપ્પા અને કુમાર સ્વામી સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે. 

 

(6:46 pm IST)