મુખ્ય સમાચાર
News of Saturday, 15th February 2020

મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેરઃ ગુજરાતનો વારો કયારે?

મહારાષ્ટ્રમાં ફરી ચન્દ્રકાંત દાદા પાટીલ અને મધ્યપ્રદેશમાં સાંસદ વિષ્ણુદત્ત શર્માને તક

નવી દિલ્લી તા.૧૫: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કયારે કરાશે તેવુ કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યુ છે.

 આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ભાજપનાં  ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મહારાષ્ટ્રનાં પ્રમુખ તરીકે ફરી ચન્દ્રકાંત દાદા પાટીલ અને મધ્યપ્રદેશમાં ખજુરાહો બેઠકનાં સાંંસદ વિષ્ણુદત્ત શર્માની અધ્યક્ષ તરીક નિમણુંક કરવામાં આવી છે.

આ બન્ને રાજયોમાં પ્રદેશ અધ્યક્ષની નિમણુંકો થતા ગુજરાતનો વારો કયારે એવુ ભાજપનાં કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યુ છે.

(3:40 pm IST)