મુખ્ય સમાચાર
News of Saturday, 15th February 2020

ભાજપ સેના તથા તેમના શોર્ય અને બલીદાનનો રાજકીય ઉપયોગ કરે છે : કોંગ્રેસનો મોટો આરોપ

ચુંટણી સમયે ભાજપ કહે છે કે હમ સાથ સાથ હે અને ચુંટણી બાદ કહે છે કે હમ આપકે હે કોન

નવી દિલ્હી : કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ચુંટણી સમયે સૈનિકોના શોર્ય, શહાદત એન વીરતાનો ઉપયોગ કરે છે અને ભૂલી જાય છે. જેના લીધે પુલવામા શહીદોના પરિજનોને ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

 કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે કહ્યું કે ભાજપ સેના તથા તેમના શોર્ય અને બલીદાનનો રાજકીય લાભ માટે ઉપયોગ કરે છે. ચુંટણી સમયે અને તેની બાદ તેમનો સૈનિકો પ્રત્યેનો વ્યવહાર બદલાઈ જાય છે. ચુંટણી સમયે ભાજપ કહે છે કે હમ સાથ સાથ હે અને ચુંટણી બાદ કહે છે કે હમ આપકે હે કોન

 તેમણે કહ્યું કે જે રીતે ભાજપ શહીદોની શહાદતને ભુલાવી દે છે તેનું ઉદાહરણ પુલવામામા શહીદ થયેલા સૈનિકની વિધવા સંજુદેવી પૂછી રહી છે સરકારે પીડિત પરિવારને ૨૫ લાખ રૂપિયા અને નોકરી આપવાનો વાયદો કર્યો હતો અને તે હજુ સુધી પૂર્ણ થયો નથી. તેવું જ બીજું ઉદાહરણ કૌશલ કુમાર રાવતની પત્નીનું છે. જેમા તેમના પતિના શબ સાથે ફોટા પડાવવા અનેક્ નેતાઓ પહોંચ્યા હતા અનેક વાયદા કર્યા હતા.પરંતુ આજે એક વર્ષ બાદ ના તેમને ૨૫ લાખ રૂપિયા મળ્યા ના તો નોકરી મળી.

  કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે સરકાર શહીદોના પરિવારજનોની પુકાર નથી સાંભળી રહી. સૈનિકો પ્રત્યે ભાજપની રીત છે કે સૈનિકોના નાણાનો ઉપયોગ કરો અને પછી તેમને તેમના હાલ પર છોડી દો.ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા નામ પર માત્ર સૈનિકોનો જ ઉપયોગ કરે છે.

  તેમણે કહ્યું કે ભાજપ સરકારે પુલવામા હુમલાને લઈને મૌન ધારણ કર્યું છે. ભાજપે એક વર્ષ પછી તો જણાવવું જોઈએ કે આઈબી ફેલ્યોર, ગૃહ મંત્રાલયની નિષ્ક્રિયતા અને ભારતની ધરતી પર આરડીએક્સ લાવવાનું જવાબદાર કોણ છે. પોલીસ અધિકારી દેવેન્દ્રસિંહની શું ભૂમિકા હતી. સરકારે જણાવવું જોઈએ કે આ ઘટનાની તપાસ થવી રહી છે કે નહીં જો થઈ રહી છે તો તેનો અહેવાલ ક્યાં સુધી આવશે.

(2:20 pm IST)