મુખ્ય સમાચાર
News of Saturday, 15th February 2020

રાષ્ટ્રીય પોલીસ અશ્વારોહણ સ્પર્ધામાં ગુજરાત અશ્વદળ પોલીસને ૭ સુવર્ણ અને ૧ કાંસ્યપદક

ગુજરાત માઉન્ટેન પોલીસના અશ્વસ્વારોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

હરિયાણાના ભોંડસી ખાતે ૩૮ મી રાષ્ટ્રીય પોલીસ અશ્વારોહણ સ્પર્ધા અને માઉન્ટન પોલીસ બ્યુટી મીટ ૨૦૨૦ નું આયોજન કરાયું હતું, દસ દિવસ સુધી ચાલેલીઆ સ્પર્ધામાં દેશભરના ૬૨૩ જેટલાં ઘોડેસવારો એ પોતાના ૨૭૯ ઘોડા સાથે ૩૨ જેટલી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં ગુજરાત માઉન્ટેન પોલીસના અશ્વસ્વારોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાત સુવર્ણ પદક અને એક કાંસ્ય પદક પ્રાપ્ત કરી ગુજરાત પોલીસ નું ગૌરવ વધાર્યું હતું.

  હરિયાણા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન હરિયાણા તામિલનાડુ રાજ્યના અસવાર પોલીસ દળે ભાગ લીધો હતો ગુજરાત પોલીસ અશ્વદળ ના ૨૨ સભ્યોની ટૂકડી એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ૪ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી યોજાયેલી આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી. દેશના તમામ રાજ્ય પોલીસ એકમો ઉપરાંત બીએસએફ સીઆરપીએફ, અને કેન્દ્રીય હથિયારી પોલીસ દળ ની ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઓપન સિક્સ બાર જમ્પિંગ,ક્રોસ કન્ટ્રી તેમજ ટેન્ટ પેગીંગ જે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી

 ગુજરાત પોલીસના અશ્વદળ ના ૨૨ સભ્યોની ટીમે જે સ્પર્ધામાં ભાગ લીધો હતો.તેમાં મેડલી રેલીમાં કચ્છ ભુજના ગરુડ અશ્વ જેના અશ્વાર એસ આઈ એન.એમ.તંબોલીયા, ખેડાના અશ્વ બાબત જેના અશ્વાર હેડ કોન્સ્ટેબલ જીએચ મેર, બનાસકાંઠાના અશ્વ સુરી જેના અશ્વાર હેડ કોન્સ્ટેબલ આર બી ઠાકોર ને સુવર્ણપદક મળ્યું હતું. જ્યારે ટીમ ટેન્ટ પેગીંગમાં અમદાવાદ અશ્વ તાલીમ શાળાના અશ્વ મોતી કે જેના અશ્વાર પી.આઈ એમએસ બારોટ, વડોદરા ગ્રામ્યના અશ્વ દિશા જેના અશ્વાર પી.એસ.આઇ આઈ એસ રાઠોડ, ભુજની અશ્વ ચાંદની જેના અશ્વાર એ આઈ આર જે યાદવ, ભુજના અશ્વ રોશન જેના અશ્વાર એ.એસ.આઇ એન.એમ.તંબોડિયાને સુવર્ણ પદક પ્રાપ્ત થયો હતો.જ્યારે સિંગલ ટેન્ટ પેગીંગમાં અમદાવાદ ગ્રામ્યના અશ્વ સુરી કે જેના અશ્વાર હેડ કોન્સ્ટેબલ એચ એન પ્રજાપતિ હતા તેને કાંસ્ય પદક પ્રાપ્ત થયું હતું

 . હરિયાણા ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય પોલીસ અશ્વારોહરણ અને માઉન્ટેડ પોલીસ ડ્યુટી મીટમાં મુખ્ય અતિથિ તરીકે હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિજેતા ટીમને પદક એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત અશ્વદળ પોલીસની ટીમે અલગ-અલગ સ્પર્ધામાં ૭ સુવર્ણ પદક અને એક કાંસ્યપદક હાંસલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત પોલીસ નું નામ વધારતા પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર સહિતના પોલીસ અધિકારીઓએ વિજેતા ટીમને અભિનંદન આપ્યા હતા.

(2:00 pm IST)