મુખ્ય સમાચાર
News of Saturday, 15th February 2020

માલિકના મોત બાદ વાંદરાએ પણ કર્યા પ્રાણ ત્યાગ :એક જ ચિતા પર પરિવારે બંન્નેનો કર્યો અગ્નિસંસ્કાર

વાંદરો પણ ડેડબોડી પાસે પહોંચ્યો હતો :ડેડબોડી પાસે બેઠો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું.

આ એક સંયોગ કે પૂર્વજન્મનો સંબંધ છે કે પાલતુ વાંદરે તેના પાલક વૃદ્ધ શિક્ષકના મૃત્યુ પછી પોતાનો જીવ આપ્યો. આ ઘટના ફતેહપુર જિલ્લાના કિશનપુર શહેરના પાખરતર વિસ્તારની છે. પરિવારે બન્નેના મૃતદેહ એક ચિતા ઉપર મુકી અંતિમ સંસ્કાર કર્યો હતો

  વૃદ્ધ શિક્ષક શિવરાજસિંહ (૭૫) નું બિમારીના કારણે બુધવારે સાંજે અવસાન થયું હતું. ઘરમાં પરિવારના સભ્યોની રોવાનો અવાજ સાંભળી પાલતુ વાંદરો પણ ડેડબોડી પાસે પહોંચ્યો હતો અને ડેડબોડી પાસે બેઠો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું. શિક્ષક અને વાંદરાના મૃતદેહ એક ચિતા ઉપર મુકી પરિવારે અંતિમ સંસ્કાર કર્યો હતો

   મૃતક શિક્ષકના ભત્રીજા દેવપાલે જણાવ્યું હતું કે તેના કાકાએ આ વાનરને ઉછેર્યો હતો. તેને કોઈ સંતાન ન હતું, તેથી તે વાંદરાને પુત્રની જેમ પ્યાર કરતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલા બિમારીના કારણે વાંદરાની સંભાળ રાખવામાં સક્ષમ ન હોવાને કારણે તે ત્રણ વર્ષ પહેલા ખાગા નગર છોડી ગયા હતા.વાંદરો દસ દિવસ પહેલા તેમની પાસે પાછો ફર્યો.

(12:27 pm IST)