મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

પાકિસ્તાની સંસદમાં તુર્કીના પ્રેસિડેન્ટે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું : દુનિયાના મુસ્લિમોને એક થવા કહી કાશ્મીર મામલે સાથ માંગ્યો

ટ્રમ્પ પર પણ નિશાન સાધતા કહ્યું અમેરિકાની નીતિઓ ઇસ્લામ વિરોધી

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીર મામલે તુર્કી પાકિસ્તાનને મદદ કરીને ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યું છે, તુર્કીના પ્રેસિડેન્ટ અગાઉ પણ અનેક વખત પાકિસ્તાનનો પક્ષ લઇ ચુક્યાં છે, ફરીથી તેમને પાકિસ્તાનની સંસદને સંબોધિત કરતા કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે, પ્રેસિ઼ડેન્ટ રિસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે કાશ્મીરની જનતા પર અત્યાચાર થઇ રહ્યાં છે, કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્વનું છે એટલું જ તુર્કી માટે મહત્વનું છે, તેઓ હવે ચૂપ બેસવાના નથી, પીએમ ઇમરાન ખાનની હાજરીમાં તેમને સંસદમાં ભારત સામે ઝેર ઓકતા કહ્યું કે પાકિસ્તાન મારૂ બીજુ ઘર છે, હું મદદ કરતો રહીશ, તેમને દુનિયાના મુસ્લિમોને એક થવાની વાત કરી અને કાશ્મીર મામલે બધાનો સાથ માંગ્યો. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા તેમને ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું અને અમેરિકાની નીતિઓ ઇસ્લામ વિરોધી હોવાની વાત કરી છે.

જો કે ભારત અગાઉ પણ તુર્કી જેવા દેશોને જવાબ આપી ચૂકયું છે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, જેથી અન્ય કોઇ દેશની દખલગીરી તેમા ચાલશે નહીં, ભારતે અમેરિકાને પણ આ મામલે સ્પષ્ટ કહ્યું હતુ કે અમારા આંતરિક મામલામાં કોઇની દખલગીરીની જરૂર નથી, સાથે જ ભારતીય સેના દુશ્મનો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે

(12:51 am IST)