મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

PNB કૌભાંડ કોંગ્રેસ સાશનકાળમાં શરુ થયું :દાઓસમાં નીરવ મોદી ડેલિગેશનનો હિસ્સો નહોતા આપમેળે જ પહોંચી ગયા ;રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં કૉંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કૉંગ્રેસના સાશનકાળ (2011)માં શરૂ થયું હતું અને તેમની સરકારે પ્રકરણ સામે આવ્યું કે, તરત કાર્યવાહી કરી છે પ્રસાદે કહ્યું કે, નીરવ મોદીની 1300 કરોડની સંપત્તિ સીઝ કરી દેવાઈ છે. આગળ પણ તપાસ કરાવશે અને ગુનેગારોને બક્શવામાં નહીં આવે.

 

   કૉંગ્રેસ પર હુમલો કરતા રવિ શંકર પ્રસાદે કહ્યું કે,‘જેમના ઘર કાચના હોય, જેના ટૂકડે-ટૂકડા થઈ ગયા હોય, તેઓ પથ્થર ફેંકવાનું બંદ કરે.’કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ નીરવ મોદીનેછોટા મોદીકહીને ભાજપ પર નિશાન સાધ્યું હતું તેને વળતો જવાબ આપતા પ્રસાદે શરમજનક ગણાવતા કહ્યું કે, દેશમાં કરોડો લોકોની સરનેમ મોદી છે તો શું બધાને નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવશે? પ્રસાદે આગળ કહ્યું કે, કૉંગ્રેસ ત્રિપુરામાં હારવાની છે અને આનો ગુસ્સો તે આવા નિવેદનો આપીને કાઢી રહી છે. તેમણે પૂછ્યું કે, શું કૉંગ્રેસ રાજકીય શાલીનતાની સારી હદો પાર કરી દેવા માગે છે?

 

    દાવોસની જે તસવીરમાં પીએમ મોદી અને નીરવ મોદી એકસાથે દેખાઈ રહ્યાં છે તેના પર પણ રવિ શંકર પ્રસાદે સ્પષ્ટતા કરતા કહ્યું કે, નીરવ મોદી ભારતીય ડેલિગેશનનો હિસ્સો નહોતા અને તેઓ આપમેળે દાવોસ પહોંચ્યા હતા. પ્રસાદે કહ્યું કે, ‘ત્યાં PM મોદી અને નીરવ મોદી વચ્ચે કોઈ વાતચીત કે મુલાકાત થઈ નથી. કૉંગ્રેસે તસવીર પર રાજનીતિ કરવાનું બંદ કરી દેવું જોઈએ નહીંતર ભાજપ પાસે ઘણા કોંગ્રેસી નેતાઓની એવીઅંતરંગતસવીરો છે જેમાં તેઓ મેહુલ ચોક્સી સાથે દેખાઈ રહ્યાં છે.
 
અત્રે ઉલ્લેખનીય છયે કે ચોક્સી નીરવ મોદીનો બિઝનેસ પાર્ટનર છે. ભાજપ આટલા નીચલા સ્તર સુધી જવા માગતી નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, 2011-2013 વચ્ચે ચોક્સીની પ્રોપર્ટી બમણી થઈ હતી, ત્યારે ચોક્સી પર કોનો આશિર્વાદ હતો?

  પ્રસાદે કહ્યું કે, કૉંગ્રેસના નેતા (શહઝાદ પૂનાવાલા) ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 2013માં ઈમ્પીરિયલ હોટલના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને નીરવ મોદી બંને હાજર હતા.

કેન્દ્રીય મંત્રીએ વિજય માલ્યાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, માલ્યાએ કૉંગ્રેસ સરકાર સમયે પૂર્વ PM(મનમોહન સિંહ)ને ધન્યવાદ પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું કે, PMના નિર્દેશ પર એક અધિકારીએ કિંગફિશર મામલે સંબંધિત વિભાગોમાં વાતચીત કરી હતી.

  પ્રસાદે વધુમાં કહ્યું કે, હર્ષદ મેહતા, સત્યમ, કોલસા , 2જી, આદર્શ, કૉમેનવેલ્થ વગેરે કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બધા પ્રકરણોમાંથી સામે આવ્યું છે કે, કૉંગ્રેસે પ્રામાણિકતાથી તપાસ થવા દીધી નથી.

(12:51 am IST)