મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

ઢોંગી મહિલાના કરતુતઃ પુરૂષનો વેશ ધારણ કરીને ર યુવતીઓ સાથે લગ્ન કરી લીધાઃ સોશ્યલ મીડીયાના સહારે મોહજાળમાં ફસાવતી

દહેરાદુનઃ દહેરાદુનમાં નૈનીતાલમાં ઢોંગી મહિલાનો પર્દાફાશ થયો છે અને પોલીસે આ મહીલાને જેલહવાલે કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ  ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ઉત્ત્।ર પ્રદેશના કથિત યુવક કૃષ્ણા સેન સાથે કાઠગોદામની એક મહિલાના લગ્ન થયાં હતાં. જે બાદ હલ્દ્વાનીના મલ્લા ગોરખપુર વિસ્તારમાં ભાડેના મકાનમાં બંને રહેવા લાગ્યા હતા.  કૃષ્ણ સેને ૨૦૧૩ માં ફેસબુક પર યુવકની આઇડી બનાવીને પીડિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

લગ્ન બાદથી જ બંને વચ્ચે તૂતૂ-મેમે થવા લાગી હતી. આ દરમિયાન કૃષ્ણાએ બલ્બની ફેકટરી ખોલવાનું જણાવી સાસરિયા પક્ષ તરફથી 8.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં 29 એપ્રિલ 2016 ના રોજ કૃષ્ણાએ કાલાઢૂંગી નિવાસી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે પણ લગ્ન કરી લીધાં હતાં. બાદમાં બંને પત્નીઓને ધમકાવી તે બંનેની સાથે એક જ દ્યરમાં રહેવા લાગ્યો હતો.

6 ઓકટોબર 2017ના રોજ પહેલી પત્નીએ કથિત પર રૂપિયાની ઠગાઇ કરવાનો, 5 લાખ દહેજ માંગવાનો, બીજા લગ્ન કરવાનો અને વિરોધ કરવા પર ધાકધમકી આપી મારપીટ કરવાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસના સખ્તાઇ સામે તે ડરી ગયો અને ત્યારે ઢોંગ પરથી પડદો હટી ગયો.

કૃષ્ણાએ કહ્યું કે તે પુરુષ જ નથી તો લગ્ન કઇ રીતે કરી શકે? પોલીસે મહિલા હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ આ વાતની પુષ્ટિ પણ થઇ ગઇ. હવે પોલીસ એ વાતને લઇને હેરાન છે કે જેની સાથે ઢોંગીના લગ્ન થયાં તે બે યુવતીઓને આટલો સમય આ અંગે જાણ કેવી રીતે ન થઇ? બીજી બાજુ પીડિત પત્નીએ પતિ સાથે સંબંધ બનાવવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

 કૃષ્ણા કથિત પત્નીઓને કયારેય તેનું શરીર અડવા નહોતો દેતી અને તેમની સામે કયારેય કપડાં પણ નહોતી બદલતી. પોતાને પુરુષ છે તે બતાવવા માટે સિગરેટ અને દારૂ પીતી તથા બાઇક પર રખડ્યા કરતી. સખ્તાઇથી પૂછવા પર કૃષ્ણાએ સ્વીકાર્યું કે પત્નીઓ રૂમમાં હોય ત્યારે તે લાઇટ બંધ કરી દેતો અને અંધારામાં જ તે પત્નીઓ સાથે સંબંધ બાંધતો હતો.

પોલીસે આરોપી કૃષ્ણા સેનને ષડયંત્ર અને મહિલાઓની જાતિય સતામણીના મામલે જેલ મોકલી દીધી છે. નૈનીતાલના પોલીસ અધીક્ષક જન્મેજય પ્રભાકર ખંડૂડીનું કહેવું છે કે યુવતીએ આદ્યાર કાર્ડ, વોટર આઇડી,સ પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજ પુરુષના નામે બનાવ્યા છે. પોલીસે તમામ દસ્તાવેજ પણ જપ્ત કરી લીધાં છે.

(6:50 pm IST)