મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

ચૂંટણી પર કુરબાન સુધારો, સબસિડીનો બોજો વધવા દેશે મોદી સરકાર

નવી દિલ્હી તા. ૧૫ : આગામી ચૂંટણીના બદલાવોમાં મોદી સરકારમાં અર્થવ્યવસ્થામાં સુધારાઓના ફ્રંટ પર સમજુતી સ્પષ્ટ પણ દેખાઈ રહી છે. મોદી સરકારે ચૂંટણીના દબાવમાં દેશમાં વધી રહેલા સબસિડી બિલને જ માત્ર તેની સ્થિતીમાં છોડી દીધું એમ નથી પરંતુ સરકાર પોતાના પગલાઓથી આ બિલને વધારે મોટું બનાવી રહી છે. જો કે વડાપ્રધાન મોદીની ઓળખ ભારત પર વધી રહેલા સબસીડીના બોજને ઓછું કરનારા નેતૃત્વના રૂપમાં બની છે પરંતુ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે મોદી સરકારે આના પર લગામ લગાવવાની તક ગુમાવી દીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો મોદી સરકાર પણ જૂની સરકારોની જેમ જ નિર્ણયો લેવામાં નિષ્ફળ છે.

ચૂંટણીની તૈયારીઓમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી રહેલી સમજૂતીઓના કારણે ભારતની ઈકોનોમી સાથે જોડાયેલા આ અત્યંત સંવેદનશીલ મુદ્દાને પહોંચી વળવું વધારે કઠણ બની જશે. એક એપ્રિલથી શરૂ થવા જઈ રહેલા નાણાકીય વર્ષમાં ભારતની ફૂડ સબસિડી પાંચ વર્ષના પહેલા સ્તરથી બે ગણી થવાની છે. કાચા તેલની કિંમતોમાં વધારાના કારણે ઘટી રહેલી તેલ સબસિડી ફરીથી ઉપર આવવા લાગી છે. ફર્ટિલાઈઝર સબસિડી પણ જેમની તેમ સ્થિતીમાં છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે મોદી સરકારનો કુલ ખર્ચ તો ૧૦ ટકા વધ્યો છે પરંતુ ત્રણ પ્રમુખ સબસિડીઓ માટે ફાળવણી ૧૫ ટકા જેટલી વધી છે.

(4:39 pm IST)