મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

જુન મહિનાથી મોબાઇલ એપ દ્વારા હવે ચુંટણીકાર્ડ ઘરે બેઠા મેળવી શકશોઃ ERONET એપથી રર રાજયોને જોડાશેઃ ૭પ૦૦ ચુંટણી અધિકારીઓની ફોજ કામે લાગી

નવી દિલ્હીઃ આગામી જુન મહિનાથી દેશભરમાં મતદાન ક્ષેત્રે નવી ડીજીટલ ક્રાંતી આવી રહી છે. કેમ કે મોબાઇલ એપના માધ્યમથી હવે ઘેર બેઠા જ ચુંટણીકાર્ડ મેળવી શકાશે.

 ચૂંટણીની પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે ઈલેકશન કમિશને વેબ આધારિત એપ્લિકેશન શરૂ કરી છે જેમાં લોકો પોતાનું વોટર આઈડી માટે અરજી કરી શકે છે તથા તેમનું એડ્રેસ કે અન્ય વિગતો પણ બદલાવી શકે છે. આથી એક રાજયમાંથી બીજા રાજયમાં શિફ્ટ થનાર લોકો પણ ઈલેકશન ઓફિસ કે વોટર આઈડીના ધક્કા ખાધા વિના તેમની વિગતો સુધરાવી શકે છે.

મતદાતાઓ ERONET (ઈલેકટોરલ રોલ્સ સર્વિસ નેટ) નામની એપના માધ્યમથી કોઈપણ સમયે આ ફેરફાર કરી શકશે. અત્યાર સુધી 22 જેટલા રાજયો આ એપ્લિકેશન માટે આગળ આવ્યા છે.  ચીફ ઈલેકશન કમિશનર ઓપી રાવતે જાહેર કર્યુ છે કેબધા જ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂન સુધીમાં જોડાઈ જશે અને આ સિસ્ટમ આખા દેશમાં અમલી બનાવી શકાશે.” મેદ્યાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટક તેમની વિધાનસભા ચૂંટણી પછી આ એપને અમલમાં મૂકાશે.

અધિકારીના જણાવ્યા મુજબ  “મતદાતાઓ તેમના વોટર આઈડીની વિગતો ઓટીપી મારફતે બદલાવી શકશે. આ પાસવર્ડ તેમને તેમના મોબાઈલ નંબર પર મળશે. એક વાર નવુ એડ્રેસ અપડેટ થશે તો આપોઆપ જ જૂનુ એડ્રેસ ડીલીટ થઈ જશે. આ બધુ જ દ્યરબેઠા કરી શકાશે.”

આ એપના માધ્યમથી આખા દેશના 7500 જેટલા ચૂંટણી અધિકારીઓ જોડાશે. તેમને રજિસ્ટ્રેશન અથવા ફેરફાર અંગેની જાણકારી એસએમએસ દ્વારા કરવામાં આવશે. “પારદર્શિતા લાવવામાં આ મદદરૂપ બનશે અને બધી જ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરી શકાશે. ઓટીપી મોબાઈલ ફઓન પર આવશે અને આપણે જેમ ઓનલાઈન પૈસાનું ટ્રાન્ઝેકશન કરીએ છીએ તે જ રીતે આ વિગતો પણ અપડેટ કરી શકાશે.”

(6:26 pm IST)