મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

કૌભાંડી નીરવ મોદીને ત્યાં EDનાં દરોડા

સુરત સહિત કુલ ૨૧ જગ્યાએ ઇડીની કાર્યવાહી : હું ૬ મહિનામાં PNBને રૂ. ૬૪૦૦ ચુકવી દઇશઃ નીરવ મોદી

નવી દિલ્હી તા. ૧૫ : પંજાબ નેશનલ બેંક મહાગોટાળા મામલે મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂધ્ધ કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ઇડીએ આજે નીરવના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. ૧૧,૩૦૦ કરોડના આ કૌભાંડમાં સીબીઆઇએ પણ ૩૧ જાન્યુઆરીએ એક એફઆઇઆર નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ નીરવ મોદી તે સમયે દેશમાં હાજર નહોતા.

નીરવ મોદીએ પીએનબીને પત્ર લખ્યો છે કે, તેઓ દરેક પૈસા પાછા આપવા તૈયાર છે તેઓએ તેના માટે ૬ મહિનાનો સમય માંગ્યો છે. તેઓએ કહ્યું છે કે, તેઓ ફાયર સ્ટાર ડાયમંડસ દ્વારા પૈસા પાછા આપશે. જેની કિંમત ૬૪૦૦ કરોડ રૂપિયા છે.

ઇડીએ મુંબઇના નીરવના ઘર પર પણ દરોડા પાડયા છે. ઇડીએ મુંબઇમાં નીરવના ૪, સુરતના ૩, દિલ્હીમાં ૨ ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. સીબીઆઇના સૂત્રોના જણાવ્યા મુજબ આ મહાકૌભાંડ મામલે તાત્કાલિક ધોરણે કેટલાક લોકોની ધરપકડ થશે. ઇડી પણ આ મામલે ઉંડાણ સુધી તપાસ શરૂ કરી છે.

આ કૌભાંડ કથિતરૂપે જુલર નીરવ મોદી કર્યું છે. આ કૌભાંડમાં મોટી આભૂષણ કંપનીઓ જેવી કે ગીતાંજલિ, ગિન્ની અને નક્ષણ પણ વિવિધ તપાસ એજન્સીઓ શંકાના દાયરામાં આવી ગઇ છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'ચાર મોટી આભૂષણ કંપનીઓ ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નીરવ મોદી તપાસના દાયરામાં છે. સીબીઆઇ અને ઇડી તેની વિવિધ બેંકો સાથે સાંઠગાંઠ અને નાણાના અંતિમ ઉપયોગની તપાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પાસેથી તાત્કાલિક પ્રતિક્રિયા મળી નથી.'

અધિકારીએ કહ્યું કે, નાણા મંત્રાલય પાસેથી સખ્ત આદેશ છે કે, કોઇ મોટી માછલી બચીને જાય નહી અને ઇમાનદાર કરદાતાને કોઇ પણ પ્રકારની સમસ્યા થાય નહીં.

(4:04 pm IST)