મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

નિરવ મોદી સામે પ્રિયંકા ચોપડાએ પણ કરેલો કેસ

પૈસા નહીં આપવાનો આરોપ

        નવી દિલ્હી,તા. ૧૫ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ નિરવ મોદી ઉપર કેસ ઠોકી દીધો છે. નિરવની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકેલી પ્રિયંકા ચોપડાએ તેમના ઉપર પૈસા નહીં ચુકવવાનો આક્ષેપ કર્યો છે. નિરવની ડાયમંડ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રિયંકાના હોર્ડિંગ્સ સમગ્ર મુંબઈમાં લાગ્યા હતા. પ્રિયંકાની માતા મધુ ચોપડાએ વાતચીતમાં કહ્યું છે કે, આ ઘટનાથી બીજા લોકોની જેમ તેઓ પોતે પણ પરેશાન છે. પ્રિયંકા ચોપડાની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

(8:32 pm IST)