મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

પંજાબ નેશનલ બેન્ક સહિત દેશભરને હચમચાવનાર આ નિરવ મોદી છે કોણ?

તેમની કંપની ફાયર સ્ટોર ડાયમંડે ગોલકોંડા નેકલેસ ૧૬ કરોડમાં વેચ્યા પછી જગપ્રસિદ્ધ બની ગયેલ : ફોર્બ્સ યાદી મુજબ તેમની સંપતિ ૧૧૨૩૭ કરોડ છે : ધનિકોની યાદીમાં ૪૬માં ક્રમે આવે છે : માત્ર પંજાબ નેશનલ બેન્ક સામેલ છે કે બીજી બેન્કો પણ ઈડીના સપાટામાં આવી જશે? અરબો રૂપિયાના કૌભાંડોએ દેશની અર્થ વ્યવસ્થાને મોટો આંચકો આપ્યો છે

મુંબઈમાં જેમના નિવાસ અને ઓફીસે ઈડી આજે ત્રાટકયુ છે તે ૪૬ વર્ષના નીરવ મોદી મુળ ગુજરાતી છે. તેમનો પ્રાથમિક અભ્યાસ બેલ્જિયમમાં થયો હતો. તેમના પિતા હીરાના વેપાર સાથે જોડાયેલા હતા અને ત્યારપછી નીરવે પણ તેને જ વ્યવસાય તરીકે અપનાવી લીધો હતો.

નીરવ દેશના જ નહીં પરંતુ દુનિયાના પ્રથમ એવા ડાયમંડના વેપારી છે કે તેમની જવેલરીનું બ્રાન્ડ નેમ પણ તેમણે તેમના નામે જ રાખ્યું છે.

આમ તો નીરવની કંપનીનું નામફાયર સ્ટાર ડાયમંડ છે. પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલી જવેલરી ડિઝાઈન નીરવ મોદીના નામે વેચાય છે.

લોકો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનને ખાસ પસંદ કરે છે અને તેની કિંમત પણ કરોડોની હોય છે.

આર્ટ અને મ્યૂઝિકના શોખીન નીરવ તેમની જવેલરી જાતે જ ડિઝાઈન કરે છે.ઙ્ગ

તેમના કારીગરો આ ડિઝાઈનને પ્રોટોટાઈપ બનાવે છે અને મેન્યુફેકચરિંગ પછી છેલ્લી અપ્રૂવલ નીરવ મોદી દ્વારા આપવામાં આવે છે.

નીરવ મોદી હીરા વેપારીના પરિવારમાંથી છે. તેઓ જયારે અમેરિકામાં અભ્યાસકરતા હતા તે સમયે મામા મેહુલ ચોકસીએ તેને ભારત આવીને તેમની સાથે હીરાના વેપારમાં જોડાવાની ઓફર કરી, માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેઓ તેમના મામા સાથે બિઝનેસમાં જોડાઈ ગયા હતા. તે સમયે દીતાંજલિ ગ્રૂપના સીએમડી મેહુલ ચોકસી દેશમાં ડાયમંડની ફેકટરી શરૂ કરી રહ્યા હતા.  આમ, ત્યારથી જ નીરવે અભ્યાસને અલવિદા કહી દીધું અને જવેલરી મેન્યુફેકચરિંગ તથા માર્કેટિંગના નુસખા શીખવા લાગ્યા હતા.

૨૦૧૬ની ફોર્બ્સની યાદી પ્રમાણે નીરવ મોદીની સંપત્ત્િ। ૧૧,૨૩૭ કરોડ છે અને તેઓ ધનિક લોકોની યાદીમાં ૪૬જ્રાક્નત્ન ક્રમે છે.

વેપારને ઝીણવટપૂર્વલ શીખ્યા અને સમજયા પછી તેમણે પોતાની એક સ્વતંત્ર ઓળખ બનાવવનું નક્કી કર્યું અને તેમણે ફાયર સ્ટાર કંપનીની સ્થાપના કરી.

તેમણે અમેરિકન જવેલર્સને લુઝ ડાયમંડના સપ્લાયથી વેપારની શરૂઆત કરી.

૧૯૯૯માં નીરવે કઈંક ખાસ કરવાનું નક્કી કર્યું અને તેમણે દુનિયામાંથી ખાસ ડાયમંડ શોધવાનું શરૂ કર્યું.

- તેમણે સિએરા લિયોનથી લઈને રશિયા સુધીની હીરાની ખાણમાંથી ખાસ ડાયમંડ્સની શોધ કરી અને બની ગયા દેશ-દુનિયાના મોટા વેપારી.

પરંતુ આ હીરાના વેપારી વધારે પ્રખ્યાત ત્યારે થયા જયારે ક્રિસ્ટી જવેલરી ઓકશન (૨૦૧૦)માં નીરવ મોદીની કંપની ફાયર સ્ટાર ડાયમંડનો ગોલકોંડા નેકલેસ રૂ. ૧૬.૨૯ કરોડમાં વેચાયો.

ત્યારથી નીરવ મોદીને વૈશ્વિક લેવલે એક નવી ઓળખ મળી છે.

નીરવ મોદી વધારે ચર્ચામાં ત્યારે આવ્યા જયારે તેમના એક હારની કિંમત ૫૦ કરોડ લગાવવામાં આવી હતી.

નીરવ મોદીએ તેમના જ નામથી દિલ્હીથી હોંગકોંગ અને મુંબઈ સુધીમાં ૨૫ મોટા લકઝુરિયસ સ્ટોર ખોલ્યા છે.

પંજાબ નેશનલ બેન્કમાં હજાર કરોડો રૂપિયાના કૌભાંડમાં જેમનું નામ આવ્યું છે તે નીરવમોદી વ્યવસાયે કારોબારી છે. ૨૦૧૬ ની ફોર્બની યાદીમાં ભારતનાહીરા કિંગ તરીકે ઉલ્લેખિત નીરમ મોદીની સામે દશ દિવસ પહેલાસીબીઆઈએ પીએનબીની ફરિયાદ આધારે કેસ દાખલ કર્યો હતો. પીએનબીએ નીરવ મોદી સામે  કરોડોની છેતરપિંડીની ફરિયાદનોંધાવતા સીબીઆઈએ તેની સામે તપાસ આરંભી છે.  ફેબ્રુઆરીનીશરૂઆતમાં હીરા કારોબારી નીરવ મોદી પર નકલી દસ્તાવેજો દ્વારાપીએનબીને લગભગ ૨૮૧ કરોડનો ચૂનો લગાડવાનો કેસ સામે આવ્યો હતો. તેમાં પણ બેન્કકર્મચારીઓની સાંઠગાંઠની વાત બહાર આવી હતી. બેન્કે નીરવની ઉપરાંત, તેના ભાઈ, પત્નીઅને કારોબારી સાથીની સામે ફરિયાદ કરી છે. પંજાબ નેશનલ બેન્કે પહેલેથી જ આવી છેતરપિંડીની તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે સીબીઆઈએ કહ્યું હતું કે પીએનબીની ફરિયાદને આધારે અજબોપતિ નીરવ મોદીની સામે તપાસ શરૂ કરી છે.

(1:05 pm IST)